Abtak Media Google News

આગામી તા. 1 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન દિવસે ચૂંટણી બંદોબસ્તમાં પોલીસકર્મીઓ જવાના હોય તેઓ પણ તેમનો મતાધિકાર ભોગવી શકે તે માટે તેઓનું અગાઉથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

જે અનુસંધાને રાજકોટ વિધાનસભાની બેઠકો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ – 68 બેઠક માટે 288, રાજકોટ પશ્ચિમ બેઠક – 69 માટે 490, રાજકોટ દક્ષિણ બેઠક  70 માટે 144 અને રાજકોટ ગ્રામ્ય બેઠક-71 માટે 31 સહિત 900થી વધુ પોલીસ જવાનો દ્વારા બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.