રાજકોટ : ક્લીનર કમ જુનિયર ફાયરમેનની 10 થી 20 નવેમ્બર લેવાશે પ્રેક્ટિકલ ટેસ્ટ

25 જગ્યાઓ માટે 6731 ઉમેદવાર: રોજ 60 ઉમેદવારોની ટેસ્ટ લેવાશે

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ શાખામાં ખાલી પડેલી ક્લીનર કમ જુનિયર ફાયરમેનની 25 જગ્યાઓ માટે અગાઉ મંગાવવામાં આવેલી અરજીમાં 6731 ઉમેદવારોએ અરજી કરી છે. દરમિયાન આગામી દિવાળીના તહેવાર બાદ 10 થી 20 નવેમ્બર સુધી ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં રોજ 600 ઉમેદવારોને બોલાવવામાં આવશે.

10 થી 20 નવેમ્બર દરમિયાન કોઠારીયા મેઈન રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે રોજ 600 ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં છાંતી, ઉંચાઈ, વજનની ચકાસણી કરવામાં આવશે. 100 મીટર સ્વીમીંગ ટેસ્ટ, ડીપ ડ્રાઈવીંગ ટેસ્ટ, રોપ કલાઈબીંગ ટેસ્ટ અને 100 મીટર હોઝપાઈપ વીથ રનીંગ ટેસ્ટ લેવામાં આવશે.