Abtak Media Google News

અબતક, રાજકોટ

આગામી સમયમાં ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને મહાપાલિકા દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મંડપ સર્વિસના સંચાલકો અને આયોજકો સાથે ખાસ બેઠક કરી હતી.

બેઠક દરમ્યાન મ્યુનિ. કમિશનરએ ઉપસ્થિત લોકો સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શહેરના વિવિધ જાહેર માર્ગો પર નુકશાન ન થાય, કોવીડ ગાઈડલાઈનનું વ્યવસ્થિત પાલન થાય સાથોસાથ સ્વચ્છતા પણ જળવાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. સ્વચ્છતા અંગે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આયોજકોને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે તેમ પણ મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું.

1630652860866

આ બેઠકમાં મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, આસિ. કમિશનર એચ. કે. કગથરા, એન્ક્રોચમેન્ટ ઓફિસર કેપ્ટન પરબત બારીયા તથા શહેરના વિવિધ મંડપ સર્વિસના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.