રાજકોટ: મનહર પ્લોટ જૈન સંઘમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના વધામણાની તૈયારી

અબતક, રાજકોટ

શ્રમણ સંઘીય મંત્રી ગૌરક્ષાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી મ.સા. ‘કમલેશ’, તપોમૂર્તિ પૂ. ઘનશ્યામમુનિજી, આગમજ્ઞાતા પૂ.ગૌતમમૂનિજી, તપસ્વી પૂ. અરિહંતમુનિજી, સેવાભાવી પૂ. કૌશલમુનિજી અને કવિરત્ન પૂ.અક્ષતમુનિજી ઠા. ૦૬ના સુમંગલ સાંનિધ્યમાં વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ એવા જૈનધર્મના મહાન અને તપની તેજસ્વીતાથી ભરેલ એવા પર્વાધિરાજ પર્યુષણ પર્વ શ્રાવણ વદ-૧૩ શનિવાર તા.૦૪થી ભાદરવા સુદ-૫ શનિવાર તા.૧૧થી મનહરપ્લોટ સ્થા. જૈન સંઘ સંચાલિત સ્વ.સરયુબેન ચંદ્રકાંતભાઇ શેઠ-શેઠ પૌષધશાળાના પાવન અને પૂનિત પ્રાંગણે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપની સાધના આરાધનાથી ઉજવવા માટે અને‚ અને અનોખું આયોજન કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત પૂ.કમલમૂનિ મ.સા.ની પ્રભાવશાળી નિશ્રામાં નિત્ય આઠ દિવસ સવારે ૯:૧૫ થી ૧૦:૩૦ વિવિધ વિષય ઉપર પ્રવચન ધારા અને બપોરના ૩:૩૦ થી ૪:૩૦ આગમજ્ઞાતા પૂ.ગૌતમમુનિજી મ.સા.ની પ્રેરણાથી નિતનવી ધાર્મિક સ્પર્ધાઓ જેમાં તા.૦૪ શનિવારના સવારે પ્રવચન “જીવનના સચ્ચા સાથી જ્યારે બપોરના ‘હા’ અથવા ‘ના’ સ્પર્ધા, તા.૦૫ રવિવારના પ્રશિક્ષણ વિના પ્રતિભા સંપન્ન નહીં અને ખાલી સ્થાન ભરો, તા.૦૬ સોમવારના જૈન સંસ્કૃતિ અને વિજ્ઞાન અને જોડી બનાવો સ્પર્ધા, તા.૦૭ મંગળવારના સંગઠન હી ધર્મ કા પ્રાણ અને ખૂલ જા સિમસિમ, તા.૦૮ બુધવાર મહાવીર જયંતિના મહાવીરની ક્રાંતિકારી અહિંસા અને બાલ્ટીમાં દડો નાંખવો, તા.૦૯ ગુ‚વારના ક‚ણા વિના ધાર્મિકતા નહીં અને પાસીંગ, તા.૧૦ શુક્રવારના સર્વપરિય ધર્મ સેવા-વૈયાવચ્ચ અને મેમરી ગેઇમ, તા.૧૧ શનિવાર સંવત્સરી મહાપર્વના દિવ્યદિને સવારે ક્ષમાનો અર્થ કાયરતા નહીં અને બપોરના નવકાર મહામંત્રની સ્પર્ધા, સંવત્સરીના વ્યાખ્યાન બાદ ૧૦:૪૫થી ૧૧:૪૫ સમૂહ આલોચના થશે.

પર્વાધિરાજ પર્યુષણના આઠેય દિવસ સવારે ૭ થી અખંડ જાપ અને ૯:૧૫ થી ૧૧:૩૦ ત્રિરંગી સામાયિક સાથે કાયમી નવકાર મહામંત્રના જાપ થશે. પર્વાધિરાજ પર્યુષણના પર્વના વધામણાં કરવા સંઘરત્ન પ્રમુખ ડોલરભાઇ કોઠારીના સુચા‚ માર્ગદર્શન હેઠળ ચંદ્રકાન્તભાઇ શેઠ, પ્રવિણભાઇ અદાણી, બકુલભાઇ મહેતા, મનુભાઇ મહેતા, રાજસ્થાન જૈન સંઘ રાજકોટના ઉતમચંદ સંચેતી, સંપતલાલ મારવાડી અને સંઘના પ્રદિપભાઇ મહેતા, કિરણભાઇ ‚પાણી, ભુપતભાઇ શાહ, રજનીભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ અજમેરા બંને મહિલા મંડળના પ્રિતીબેન દફ્તરી, કલ્પનાબેન મહેતા, માલતીબેન શાહ, વર્ષાબેન મહેતા, અ‚ણાબેન મહેતા, યુવા ગૃપના રાજેન્દ્ર વોરા, તુષાર અદાણી, સમીર શાહ, સચીન સંઘવી, જયદત્ત સંઘાણી, જયેશ માટલીયા અને હિમાંશુ અજમેરા કાર્યરત થઇ ગયા છે.