રાજકોટ: “ત્રિકોણબાગ કા રાજા” ગણપતિ મોહત્સવની પૂરજોશમાં તૈયારીઓ, જુઓ વીડિયો

અબતકળ રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર “ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી ૧૦ સપ્ટેમ્બર શુક્રવારથી રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોવિડ-૧૯ ગાઇડ લાઇનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ સુશોભિત પરિસરમાં મંગલ પ્રારંભ થશે. પ્રથમ દિવસ ૧૦ સપ્ટેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે ત્રિકોણ બાગ ચોક ખાતેના પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણેશજીની મૂર્તિ અજંતા-ઇલોરાની શિલ્પકલા કૃતિની ઝાંખી કરાવે એવી ઇકો-ફ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે.

ભૂદેવો દ્વારા વૈદિક મંત્રાચારો સાથે પ્રસ્થાપિત થનાર આ વંદનીય અને દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવના ૧૦ દિવસ દરમ્યાન દરરોજ સવાર-સાંજ તમામ ધર્મ, સંપ્રદાયના સન્માનનીય સંતો, સામાજીક અને રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા ભાવિકજનોનો સમુદાય દરરોજ એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઇવ પૂજા-આરતી કરશે. વિગતવાર માહિતી આપવા આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં.

ગણપતિ મહોત્સવના ૧૦ દિવસના આરાધનાના આનુસંગિક સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોની વિગતો આપતાં જીમ્મી અડવાણી જણાવે છે કે આ વર્ષે તા.૧૧ શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ચંદ્રેશ ગઢવી, બલરાજ ગઢવી અને સાથી કલાકારોનો ભવ્ય હાસ્ય દરબાર, તા.૧૨ રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ગરીબ દર્દીઓના લાભાર્થે જાહેર જનતા માટે મહારક્તદાન શિબિર અને રાત્રે ૮:૩૦ વાગ્યે મુંબઇના ચૈતાલી છાયાની મેજીકલ મ્યુઝિક નાઇટ, તા.૧૩ સોમવાર રાત્રે ૮:૩૦ વાગ્યે નિરવ રઘુવંશી, રાકેશભાઇ ભટ્ટ કલાકાર દ્વારા શિવ આરાધનાનો કાર્યક્રમ તા.૧૪ મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યે જયેશ દવે અને સાથી કલાકારો કસુંબીનો રંગ કાર્યક્રમ, તા.૧૫ બુધવારે રાત્રે ૮:૩૦ વાગ્યે વિશાલ વરૂ  અને સાથી કલાકારોનો લોક ડાયરો, તા.૧૬ ગુરૂ વારે રાત્રે ૮:૩૦ વાગ્યે મયુર બુધ્ધદેવ અને સાથી કલાકારો દ્વારા શ્રીનાથજી સત્સંગ, તા.૧૭ શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પૂજારી કિશોરબાપુના હસ્તે સંગીતમય ઓમકાર આરતી અને રાત્રે ૯:૩૦ વાગ્યે નિલેશ વસાવડા, અખિલ પટેલ અને સાથી કલાકારોનો શ્રી કૃષ્ણની બાળ લીલાનો કાર્યક્રમ અને સમાપનમાં તા.૧૯ રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહૂતિ પુજા તથા ત્રિકોણ બાગ ચોક ખાતે જ ગણેશજીની મૂર્તિની પૂજા અને કૃત્રિમ તળાવમાં વિસર્જનનો અંતિમ કાર્યક્રમ છે. ત્રિકોણ બાગ કા રાજાના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઇન નિહાળી  શકાશે.

“ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ-૨૦૨૧ના સમગ્ર આયોજન સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ ટાંક, નિલેશ ચૌહાણ, અભિષેક કણસાગરા, બિપીનભાઇ મકવાણા, ભરત રેલવાણી, દિલીપ પાંધી, ધવલ કાચા, ધવલ અડવાણી, વંદન ટાંક, કમલેશભાઇ, રાજન દેસાણી, નાગજીભાઇ બાંભવા, પ્રકાશ જિંજુવાડીયા, હર્ષ રાણપરા, હાર્દિક વિઠલાણી, કિસન સિધ્ધપુરા વગેેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.