Abtak Media Google News

પોલીસે ઓફિસમાં દરોડો પાડી રૂ.22,300ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે

શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાના આધારે શહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે ધોસ બોલાવી છે ત્યારે વિજય પ્લોટમાં ઓફિસમાં ચાલતા જુગારધામ પર એ- ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી નવ શકુનીઓને રૂ.22,300ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના વિજય પ્લોટ શેરી – 4માં બરફના કારખાના પાસે આવેલી એક ઓફિસમાં જુગારધામ પર એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરણ વિરસોડિયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસે ઓફિસમાં દરોડો પાડી પત્તા ટિચતા કિશોર મણીલાલ રૂપારેલ, મનસુખ કાનજી કંબોડિયા, ભાવેશગીરી હરિગીરી ગોસ્વામી, અજય મગન રાઠોડ, તેજસ બળવંતરાય ઠાકર, દિલીપ મગનલાલ ઘાબલિયા, પરવેઝ આરીફ ગલેરિયા, મયુરસિંહ દિપકસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર વિનોદ રાઠોડની ધરપકડ કરી હતી.પોલીસે ઓફિસમાં દરોડો પાડી નવ જુગારીઓને દબોચી લઈ જુગારના પટમાંથી રોકડા રૂ.22,300 સાથેના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.