Abtak Media Google News

ગઈકાલે રૈયા રોડ, ખોખળદળ અને મવડી રોડ વિસ્તારની ચેકીંગ ડ્રાઇવમાં 23 લાખની વીજચોરી પકડાઈ

પીજીવીસીએલની 41 ટિમો દ્વારા આજે પ્રહલાદ પ્લોટ, મિલપરા અને આજી વિસ્તારમાં દરોડા પાડ્યા છે.

જ્યારે ગઈકાલે રૈયા રોડ, ખોખળદળ અને મવડી રોડ વિસ્તારની ચેકીંગ ડ્રાઇવમાં 23 લાખની વીજચોરી પકડાઈ છે.

આજે તા. 22નાં રોજ રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-1 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝન હેઠળના ધર્મેન્દ્ર રોડ કોમર્શિયલ વિસ્તાર, રઘુવીર પરા રહેણાંક વિસ્તાર, પરા બજાર મેઈન રોડ, આજી 1 સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં શક્તિ સોસાયટી, સદગુરુ નગર, મયુર નગર, મફતીયા પરા, અંબિકા સોસાયટી, કનકનગર સોસાયટી, રાજારામ સોસાયટી, મિલપરા સબ ડિવિઝન વિસ્તારમાં પટેલ નગર, પરસાણા નગર, સોરઠીયાવાડી સર્કલ નજીકના વિસ્તાર,  આજી ઇન્ડ સબ ડિવિઝન વિસ્તારમાં ખોડિયાર પરા, યુવરાજનગર, ભરત નગર, ભીમરાવ નગર, વામ્બે આવાસ યોજના હેઠળના તમામ વિસ્તારોમાં 41 ટીમોએ ચેકીંગ હાથ ધર્યું છે.

આ ચેકીંગમાં 11 કેવી બેંક ફીડર, 11 કેવી સંતકબીર ફીડર,11 કેવી સીતારામ ફીડર,11 કેવી વરુણ ફીડર સહિતના ફીડર આવરી લેવામાં આવ્યા છે.વધૂમાં રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન – 3 હેઠળ આયોજિત કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનો ખોખળદળ, મવડીરોડ અને રૈયા રોડ હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 46 ટીમોએ 1167 કનેક્શનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન 138 કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડી હતી. જેમાંથી રૂ. 23.37 લાખની વીજચોરી પકડાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.