Abtak Media Google News

પશ્ર્ચિમ બંગાળ મોકલાયેલા કાર્બન ઓઇલમાં પ૦ ટેંક વેગનોએ ૨૩૬૦ કિ.મી.નું અંતર કાપ્યું

પશ્ર્ચિમ રેલવે દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની ઝોનલ મુખ્યાલય અને ડિવીઝનોમાં રચના કરવામાં આવી છે. જે નવા વિચારો અને વિવિધ પહેલોને સામેલ કરીને માલ બજારમાં વ્યાપારની સંભાવનાઓને વધુ સુદ્રઢ અને બહેતર બનાવવાનું એક સરાહનીય કાર્ય કરી રહી છે. આ શૅમમાં રાજકોટ ડીવીઝનમાં જામનગર નજીક સ્થિત વિંડમિલ ગુડસ શેડ દ્વારા પશ્ર્ચિમ બંગાળમા ડાકુની માટે કાર્બન બ્લેક ફીડ સ્ટોક એટલે કે બ્લેક ઓઇલનું માલગાડી દ્વારા પરિવહન શરુ કરીને એક નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રબર તથા ટાયર બનાવવા માટે કાચો માલ બનાવવા માટે મુખ્યત: કાર્બન ઓઇલનો ઉ૫યોગ કરવામાં આવે છે.

રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર હજુ સુધી આ કાર્બન ઓઇલનું પરિવહન ઉપર પ્રદેશ રાજયમાં મુરાદાબાદ માટે કરવામાં આવતું હતું. બીડીયુ રાજકોટ દ્વારા નવી સંભાવનાઓની શોધ અંગે સ્થાનીક ઉઘોગો સાથે વાતચીત કરીને તેને રેલવેના માઘ્યમથી આ કોમોડીટી મોકલવાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. ૨૭૦૦ મેટ્રીક ટન  કાર્બન ઓઇલના આ ક્ધસાઇન્મેન્ટ દ્વારા માલગાડીના પ૦ ટેંક વેગનોમાં ૨૩૬૦ કિ.મી. નું અંતર કાપ્યું હતું. આ પરિચાલનથી રાજકોટ મંડળને ૧.૧૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી વિવિધ ફ્રેટ ઇન્સેન્ટીવ યોજનાઓના પરિણામે આ કાર્ય સંભવ થઇ શકયું છે. આગામી સમયમાં આ પરિવહન હજુ વધુ થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.