રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક બંધ કરવાનાં વિરોધમાં વિશાળ રેલી

સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુફેકચરીંગ એસો.એ રેસકોર્સથી કોર્પોરેશન કચેરી સુધી રેલી યોજીને મ્યુનિ. કમિશ્નરને આવેદન પાઠવ્યું

રાજકોટમાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટીક બંધના વિરોધમાં વિશાળ રેલી યોજાઇ હતી. સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુફેકચરીગ એસો. દ્વારા રેલીનું રેસકોર્ષથી પ્રસ્થાન કરવામાં આવ્યુઁ હતું બાદમાં મ્યુનિસિપલ કમિશ્નરને પ્લાસ્ટીક બંધનો નિર્ણય મોકુફ રાખવા આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ સંપૂર્ણ બંધ કરાવવા માટે તંત્ર સજજ થઇ ગયું છે. આગામી ર ઓકટોબરે ગાંધી જયંતિથી સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવનાર છે. સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ માત્ર એક વખત થાય છે પરંતુ તેનો નાશ કરવો માથાના દુખાવા સમાન હોવાથી તંત્રએ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર ચુસ્ત પણે પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુફેકચરીંગ એસોસીએશનને વિરોધ નોંધાવ્યો છે.

આજરોજ સવારના સમયે સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુફેકચરીંગ એસોસીએશને રેસકોર્ષથી કોર્પોરેશન કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કયુૃ હતું. જેમાઁ મોટી સંખ્યામાં પ્લાસ્ટીકના મેન્યુફેકચર્સ જોડાયા હતા. બાદમાં એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને સીંગલ યુઝ પ્લાસ્ટીકને બંધ કરવાના વિરોધમાં આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.