Abtak Media Google News

વોર્ડ નં.5માં મંત્રી અરવિંદ રૈયાણી વિકાસ યાત્રામાં થયા સામેલ

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો જન-જન સુધી પહોંચતા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી 17મી જૂલાઇ સુધી રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા રોજ બે વોર્ડમાં આ વિકાસ યાત્રા ફરે છે. વોર્ડ નં.3 અને 5માં જનતાએ આ યાત્રાને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

વોર્ડ નંબર-5 માં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખ  અશોકભાઈ લુણાગરીયા, કલ્પનાબેન કિયાડા, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલભાઈ પડિત, સભ્ય જયંતીભાઈ ભાખર, વોર્ડ નંબર-5 નાં કોર્પોરેટરો દિલીપભાઈ લુણાગરીયા, હાર્દિકભાઈ ગોહિલ, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, અને સંગઠનનાં વોર્ડ નંબર – 5 નાં પ્રમુખ  દિનેશભાઈ ઘીયાડ, મહામંત્રી દિનેશભાઈ ડાંગર અને મુકેશભાઈ તનસોતા ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો આશિષ કુમાર અને એ.આર.સિંહ અને વોર્ડના નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.

રાજ્યના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 12 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા આઠ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે વિકાસ યાત્રાને ઝડપભેર આગળ ધપાવનાર નરેન્દ્રભાઈ મોદી દેશ અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતની પ્રતિષ્ઠા અને ગૌરવ વધ્યા છે.

વોર્ડ નં.3માં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, વોર્ડ નં.3નાં કોર્પોરેટરઓ નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઈ ઉધરેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી હિતેશભાઈ રાવલ, શિક્ષણ સમિતિના સદસ્ય ફારુકભાઈ બાવાણી, શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસણા, રામદેવજી મંદિરના મહંત રામદાસબાપુ, વોર્ડના મહિલા મોરચા પ્રમુખ ઇલાબેન પંડ્યા, અનુ. જાતિ ઉપપ્રમુખ અજયભાઈ વાઘેલા, વોર્ડ અનુ. જાતિ પ્રમુખ કપીલભાઈ વાઘેલા, યુવા ભાજપ પ્રભારી સોભિતભાઈ પરમાર, યુવા ભાજપ પ્રમુખ અભયભાઈ નાંઢા, વોર્ડનાં મહિલા મોરચાના મહામંત્રી દક્ષાબેન રાવલ, મુકેશભાઈ પરમાર, સચીનભાઈ પરમાર, પ્રવીણભાઈ સોઢા, હર્ષભાઈ સાવંત, મનોજલાલ, જીતુભાઈ, સાયદાબેન, શ્યામભાઈ મકવાણા, ગીરધરભાઈ વાઘેલા, મુનાભાઈ પ્રજાપતિ, બાબુભાઈ પરેસા, અમુભાઈ રાઠોડ તથા વોર્ડ નં. 3નાં તમામ કાર્યકર્તાભાઈઓ અને બહેનો તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.