Abtak Media Google News

Screenshot 1 10 1 ત્રણ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી રૂ.૧.૯૫ લાખની સનસનીખેજ લૂંટ ચલાવી

મોડી રાત્રે એક કલાક સુધી ચાલ્યો લૂંટનો ખેલ: સીસીટીવી આધારે પોલીસ તપાસનો ધમધમાટ

લૂંટને અંજામ આપવામાં જાણભેદુ હોવાની શંકા: ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર

નવા વર્ષની શરૂઆતની સાથે પોલીસને ગુનેગારો જાણે ચેલેન્જ કરી રહ્યા હોય તેમ એક પછી એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગઇ કાલે મોડી રાત્રીના માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થયાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ રાત્રીના ૧:૩૦ વાગ્યે ગોડાઉનમાં પ્રવેશ કરી સિક્યુરિટી ગાર્ડને છરીની અણીએ બંધક બનાવી રૂ.૧.૯૫ લાખની સનસનીખેજ લૂંટ ચલાવી હોવાનુ સામે આવ્યું છે. આ અંગે ઘટનાની જાણ થતા ડીસીપી ઝોન – ૨ સુધીર દેસાઈ અને એસીપી ભાર્ગવ પંડ્યા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

Img 20230106 Wa0054

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ગોડાઉનના લોકો દ્વારા જણાવ્યા મુજબ ગત રાત્રીના ૧:૩૦ વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો ગેટ ટપીને અંદર પ્રવેશ કરે છે. ત્યાર બાદ આ ત્રિપુટીએ ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી તેને બંધક બનાવી દિધો હતો.

ત્યાર બાદ આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સ છરી સાથે સિક્યુરિટી ગાર્ડ પાસે ઊભો રહે છે. જ્યારે અન્ય બે શખ્સો ઓફિસના તાળા તોડી તેમાં રહેલી રોકડ રકમ રૂ.૧.૯૫ લાખની લૂટ ચલાવી ૨:૩૦ વાગ્યા સુધીમાં દિલધડક લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં ડીસીપી સુધીર દેસાઈ, એસીપી ભાર્ગવ પંડ્યા સહિત ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસી લુંટારાઓની ભાળ મેળવવા તજવીજ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે.

નિર્મલા રોડ પરની લૂંટના બે મહિના બાદ પણ આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ

રાજકોટના અત્યંત પોશ વિસ્તાર એવા નિર્મલા રોડ પર પારસ સોસાયટીમાં સિંધી ઉદ્યોગપતિના પત્નીને માથામાં હથોડી ફટકારીને લૂંટ ચલાવવાના ચકચારી બનાવને આજે બે મહિના વીતી ગયા છતાં હજુ આરોપીને પકડવા માટે પોલીસ નિષ્ફળ થઈ ગઈ હોય તેવી રીતે આરોપીના ખૂલે આમ ફરી રહ્યા છે.હજુ પણ પોલીસ આરોપીની ઓળખ પણ મેળવી શકી નથી.આરોપીને પકડવા પોલીસે કેકેવી હોલથી વાજડીગઢ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.પરંતુ આરોપીની એક પણ ઓળખ મળી ન હતી .ત્યારે હજુ એક આરોપી નથી પકડાયો ત્યાં નવા વર્ષમાં જ લૂંટની ઘટના સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.