Abtak Media Google News

રંગીલા રાજકોટ અને સ્માટૅ સીટી સાથે ચિત્રનગરીની આગવી ઓળખ ધરાવતા મહાનગર રાજકોટમાં દિન પ્રતિદિન વધતી જતી વાહનોની સંખ્યા બીજી તરફ પાકિઁગ સ્થળોએ થયેલા દબાણોનાં લીધે ટ્રાફિક સમસ્યા વિકરાળ અને દિશાવિહીન બની રહે છે.

આ પહેલા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામા અનુસાર ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને પહેલી ત્રણ વખત દંડ ભરવો પડશે. જે પહેલી વખતથી ત્રણ વખત સુધીમાં અનુક્રમે વધશે અને ત્યારબાદ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. તે મુજબ રાજકોટ- RTO એ ઇ-મેમો ન ભરનાર વાહન ચાલકોને લાયસન્સ રદ્દ કર્યા છે. RTO એ 151 પૈકી 29 લાયસન્સ 3 થી 6 માસ માટે રદ્દ કર્યા  છે વાહન ચાલક દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કર્યા બદલ એકથી વધુ વાર આપવામાં આવેલ ઇ-મેમો ન ભરતા આ લાયસન્સ રદ્દ કરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.