Abtak Media Google News

એક તરફ કોરોના મહામારીનો કહેર છે તો બીજી તરફ રાજકોટની આરટીઓ લોકોને પરેશાન કરવામાંથી ઉંચી નથી આવતી. ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા જનાર અરજકર્તાને સવારે 9 થી 10નો સમય આપ્યા બાદ કચેરી જ સવા દશે ખુલે છે. કાગળીયા માટેની બારી તો છે પણ તે 10:30 ખુલે છે. પરિણામે અરજકર્તાને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. અધુરામાં પૂરું અરજકર્તાને પોતાના નિશ્ર્ચિત સમય કરતા અડધો કલાક વહેલું સ્થળ પર આવી જવા જણાવાય છે.

આવી સ્થિતિમાં અરજકર્તા માટે જાયે તો જાયે કહા જેવો ઘાટ સર્જાય છે. ખરેખર તો જો સમયમાં ફેરફાર થયો હોય તો અરજકર્તાને આગોતરી જાણ કરવી જોઈએ. જેના પરિણામે અરજકર્તાનો સમય બગડશે નહીં. એપોઈમેન્ટ લીધા બાદ અરજકર્તાને રાહ જોવી પડશે નહીં. આરટીઓ દ્વારા લેવામાં આવતા પગલાના કારણે અરજકર્તા અડધો કલાક વહેલા પહોંચી લાઈન લગાવે છે. સ્થળ ઉપર કોઈ વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી. ખરેખર તો જો એપોઈમેન્ટમાં સમય 9 થી 10નો બતાવાઈ છે તો આરટીઓ ઓફિસ કેમ 10:15થી 10:30માં ખુલે છે તે તપાસવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.