Abtak Media Google News

ઘંટેશ્ર્વર પાસે બ્યુટી પાર્લરમાં પર્સમાંથી પડીકી આપી મહીલા હેરાફેરી કરાવતી: સગીરાએ પેડલર બનવાની ના પાડતી તો ડ્રગ્સ કેસમાં ફીટ કરવાની ધમકી આપતી’તી

શહેરમાં થોડા દિવસોથી પોલીસ ડ્રગ્સ વેચનાર પેડલરો સાથે લાલ આંખ કરી છે. અને ડ્રગ્સની હેરાફેરી કરતાં શખ્સોને ઝડપી જેલ હવાલે કરી રહી છે. ત્યારે એવો એક બનાવ પોલીસ ચોપડે પ્રકાશીત થયો છે.

જેમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીએ જણાવ્યું હતું કે એક મહીલા તેને ડ્રગ્સ પેડલર બનવા માટે હેરાન કરી ડ્રગ્સની હેરાફેરી કરાવતી હતી. અને જો તે હેરાફેરી ના કરે તો તેના પરિવારને ડ્રગ્સના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતી હોવાથી કંટાળી આ પગલુ ભર્યુ છે.

મળતી માહીતી મુજબ આજ વહેલી સવારે 17 વર્ષની સગીરાએ ફીનાઇલ પી લેતા તેણીને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાપરછમાં જાણવા  મળ્યું હતું કે, સગીરાનો પરિવાર એક માસ પહેલા ઘંટેશ્ર્વરમાં રહેતો હતો ત્યારે તે બ્યુટી પાર્લર ચલાવતી હતી જયાં એક મહીલાએ તેને તેના પર્સમાંની એક વસ્તુ કાઢવા માટે કહ્યું હતું જે સગીરાએ કાઢતા મહીલાએ તેનો ફોટો પાડી લીધો હતો અને તેને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને કહ્યુ: હતું કે તારે આ ડ્રગ્સને સપ્લાય કરવાનો જો નહી કરે તો તારા પરિવારને ડ્રગ્સ કેસમા ફસાવી દઇશ બાદ મહીલા સગીરાને અવાર નવાર ત્રાસ આપતી હતી.

જેમાં ગઇકાલ રાત્રે એક યુવાન સગીરાના ઘેર આવી પડીકી આપવા આવ્યો હતો ત્યારે સગીરાના દાદી જાગી જતાં તેણીએ ચોર ચોર ની ચીસો પાડતા યુવાન નાસી ગયો હતો જેથી આ વાતથી અંતે કંટાળી સગીરાએ ફીનાઇલ ગટગટાવ્યું છે. હાલ પોલીસે સગીરાનું નિવેદન લઇ અને આ સ્ટોરીમાં તથ્ય કેટલુ: છે ? તે દીશામાં તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.