રાજકોટ: ઢેબર રોડ પર બિગ પોટ ટીમાંથી દૂધ અને કોફીના નમૂના લેવાયાં

હરિઘવા રોડ, કોઠારીયા રોડ, રૈયાધાર અને શાંતિનગર વિસ્તારમાં ખાણીપીણીની 37 દુકાનોમાં ચેકીંગ, 16 પેઢીઓને નોટિસ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમ્યાન શહેરના ઢેબર રોડ પર આવેલા બિગ પોટ-ટીમાંથી મિક્સ દૂધ અને કોફીના નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી વિસ્તારમાં આંબલીયા એગ્સ ઝોનમાંથી ઇંડાકરીનો નૂમનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી શહેરના હરિઘવા રોડ પર અલગ-અલગ 22 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ન્યૂ શ્રીજી આઇસ્ક્રીમ, આયુષી ફાર્મસી, રીમઝીમ સોડા શોપ, એસએસ પાણીપુરી, શ્રીનાથજી મદ્રાસ કાફે, જય અંબે ફરસાણ, ગણેશ મદ્રાસ કાફે, ભારત નમકીન અને શ્રીનાથજી પાઉંભાજીને નોટિસ આપવામાં આવી હતી.

જ્યારે વરીયા ફરસાણ, પારસ પ્રોવિઝન સ્ટોર, બાપા સીતારામ ડેરી, સીતારામ આઇસ્ક્રીમ, પટેલ બેકરી, પટેલ રેસ્ટોરન્ટ, સુરતી ઢોસા, એસએસ લાઇવ ઘુઘરા, ન્યૂ નવરંગ ડેરી, પટેલ ભેળ એન્ડ પાઉંભાજી, સપના કોલ્ડ્રીંક્સ અને લક્ષ્મી ડેરીમાં ચેકીંગ ધરાયું હતું.

રૈયાધાર અને શાંતિનગર મેઇન રોડ પર અલગ-અલગ 15 પેઢીઓમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભગવતી સેલ્સ, પારસ ફરસાણ, શ્રીહરિ સોડા શોપ, ગુરૂકૃપા દાબેલી, વડાપાઉં, જલારામ પાઉંભાજી, સુરેશ સ્વીટમાર્ટ અને કૈલાશ જનરલ સ્ટોરને નોટિસ આપવામાં આવી હતી.