Abtak Media Google News

ટોસિલિઝુમેબની સારવાર ન આપી 45 હજાર  પડાવવામાં એક ઝડપાયો ‘તો 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા હોવામાં સંજયગીરી ગોસ્વામી  પણ પોલીસ પકડથી દૂર છે. આરોપી સંજયગીરી ગોસ્વામી ભાજપનો કાર્યકર છે. ફરિયાદના 15 દિવસના સમયમાં આરોપી નહીં પકડાય તો પોલીસ દ્વારા તેને ભાગેડુ જાહેર કરી મિકલત જપ્ત કરવામાં આવશે તેવું રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

અગાઉ સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના નામે દર્દીના સગા પાસેથી રૂપિયા પડાવવતા હોવાની ફરિયાદમાં આરોપી સંજય ગોસ્વામી આજે ઓન ફરાર છે. જેને પોલીસ પકડવા મહેનત કરી રહી છે. પરંતુ જો 15 દિવસમાં નહીં પકડાય તો ઈછઙઈ કલમ 82 , 83 મુજબ ભાગેડુ જાહેર કરી તેની મિલકત જપ્ત કરવામાં આવશે

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂપિયા 45 હજાર રકમ માગવાના મામલામાં મયૂર નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. જેમાં મયૂરે કબૂલાત આપી હતી કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યો હતો. હાલ પોલીસે મયૂરની કબૂલાત પરથી સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરી છે. જોકે એક સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં સંજય ગોસ્વામીને પોલીસ પકડી ન શકતા પોલીસની કાર્યવાહી સામે પણ શંકા ઉપજી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.