Abtak Media Google News

આઇ.એમ.એ. દ્વારા ડોકટર ડેના દિવસે આજે સેવાકીય પ્રવૃત્તિ માટેનો રાષ્ટ્રીય એવોર્ડએ તબીબો માટે પહ્મશ્રી સમાન છે: ડો. સુશિલ કારીઆ

ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજકોટના ડો. અતુલ પંડયાની ઇન્ડીયન મેડીકલ એસો.ના દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી થઇ છે. આઇ.એમ.એ. ના આ રાષ્ટ્રીય એવોર્ડ માટે પ્રથમ વખત જ રાજકોટ-સૌરાષ્ટ્રના તબીબની પસંદગી કરવામાં આવી છે. આજે ડોકટર ડેના દિવજસે દિલ્હી ખાતે યોજાનાર સમારંભમાં ડો. પંડયાને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. એમ.આઇએમ.એ. રાજકોટના પ્રમુખ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ડો. તેજસ કરમટાની સંયુકત યાદીમાં જણાવાયું છે. આ તકે રાજકોટ આઇ.એમ.એ. ના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સર્જન એસો.ના પૂર્વ પ્રમુખ જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશિલ કારીઆએ જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃતિ માટેનો આ રાષ્ટ્રીય એવોર્ડએ તબીબો માટે પહ્મશ્રી સમાન છે. અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના તબીબને મળ્યો છે જે સમગ્ર રાજકોટ માટે હરખની વાત છે.

ડો. ચેતન લાલસેતાના જણાવ્યા ડો. અતુલ પંડયાની સેવાકીય અવિરત ચાલુ હોય છે. તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ આઇ.એમ.એ. સહીત ગુજરાત આઇ.એમ.એ. દ્વારા અનેક માનવતા લક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. આઇ.એમ.એ. હેડકવાર્ટર  દિલ્હીના ઉપપ્રમુખપદે સેવા આપતા રાજકોટના ડો. અતુલ પંડયા ર૯ વર્ષથી રાજકોટમાં પેથોલોજીસ્ટ છે. આઇ.એમ.એ. હેડકવાટરના સેન્ટ્રલ વકીંગ કમીટીના મેમ્બર, ગુજરાત આઇ.એમ.એ. ના પ્રમુખ, આઇ.એમ.એ. રાજકોટના પ્રમુખ, સેક્રેટરી અને આઇ.એમ.એ. ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપી છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુકત પૂર્વ સેનેટ મેમ્બર અને ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં પણ સરકાર નિયુકત મેમ્બર છે. સેવાભાવી અને મિલનસાર સ્વભાવના ડો. પંડયા તબીબ તરીકે પોતાનું સમાજ પ્રત્યેનું દાયીત્વ સુપેરે સમજી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. લાખો લોકોના જીવ જાય છે એવા ટી.બી.ના દદીઓની સઘન સારવાર માટે તેમના વડપણ હેઠળ ગુજરાતભરમાં ઝુંબેશ ચાલી રહી છે. ટી.બી. ના દર્દીને નિયમીત ડોઝ મળી રહે એ માટે તેમણે ગામે ગામ અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડોડ સેન્ટરોની સાંકળ રચી ટી.બી.ના દર્દીને ઘર આંગણે પુરતી  અને સમયસરની સારવાર મળી રહે એ માટે વ્યવસ્થા ગોઠવી છે.

ડો. લાલસેતાએ આઇ.એમ.એ. રાજકોટ ટીમ વતી હરખ સાથે ડો. અતુલ પંડયાએ શુભેચ્છા આપતા તેમની કામગીરી અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આઇ.એમ.એ. ના પ્રમુખ તરીકે ડો. અતુલ પંડયાએ સમાજના વિઘાર્થીઓમાં વધતાં જતા ડિપ્રેશનના કેસ અંગે ચિંતા વ્યકત કરી ગુજરાતભરના વિઘાર્થી શાંત ચિતે ભણી શકે અને દેશ-વિદેશમાં પોતાનું પરિવારનું અને રાજયનું નામ રોશન કરી શકે એવા ઉમદા હેતુ સાથે આત્મહત્યા  નિવારણ માટેના ખાસ પ્રોગ્રામ જીવીશ શરુ કરવામાં આવ્યો હતો.

૨૦૦૭ માં રાજકોટ આઇ.એમ.એ. દ્વારા ડો. અતુલ પંડયા અને સેક્રેટરી ડો. હિરેન કોઠારીની ટીમ દ્વારા રાજકોટમાં ફકત દિકરી જ સંતાન હોય એવા ૭ર તબીબ દંપતિઓનું જાહેર સન્માન કરી સમાજને નવો રાહ ચીંઘ્યો હતો, આ જ રીતે ગુજરાતભરમાં ફકત દિકરી જ સંતાન હોય એવા તબીબો અને સમાજના અન્ય પરિવારોનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત આઇ.એમ.એ. ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. એમ.કે. કોરવાડીયા, તથા વર્તમાન ઉપપ્રમુખ ડો. અમીત હપાણીના જણાવ્યા અનુસાર ડો. પંડયા આઇ.એમ.એ. ના રુરલ હેલ્થ પ્રોગ્રામના ડાયરેકટર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં સંકલન દ્વારા નિયમિત રુપે ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન કરી ગામડાની ગરીબ-અભણ પ્રજાને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ પ્રોગ્રામ અંતર્ગત આઇ.એમ.એ. ના તબીબો કેરલના પુરગ્રસ્ત વિસ્તારના અંતરીયાળ ગામોમાં સેવા આપી હતી.

ડો. અતુલ પંડયા આઇ.એમ.એ. ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ઉપપ્રમુખપદે સેવા આપી રહ્યા છે. ઇન્ડીયન મેડીકલ એસો.એ અલોપેથીક  તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે. ૧૯૨૮માં તેને સ્થાપના થઇ છે. હાલ દેશભરમાં ૩૧ રાજયમાં ૧૭૦૦ થી વધુ બ્રાન્ચમાં ચાર લાખથી વધુ તબીબો મેમ્બર છે. વિશ્રનું સૌથી મોટું બીનરાજકીય સેવાભાવી સંગઠન છે. દેશની આરોગ્ય લક્ષી

પોલીસીના ઘડતરમાં તે મહત્વનો ભાગ ભજવે છે. એમ.બી.બી. એસ. અને એથી ઉપરની અલોપેથીક ડીગ્રી ધરાવતા તબીબોના

આ સંગઠનની હાલ ગુજરાતમાં ૧૧૭ બ્રાન્ચ છે. જેમાં ૩ર૦૦૦ કરતાં વધુ તબીબો મેમ્બર છે. રાજકોટ આઇ.એમ.એ. આ સેવાભાવી  ડો. અતુલ પંડયા એલોપેથીક તબીબોની બહોળી ભવ્ય સંખ્યા ધરાવતી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય પ્રવૃતિ માટેનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. એ રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે.

આઇ.એમ.એ. રાજકોટના સેક્રેટરી ડો. તેજસ કરમટાના જણાવ્યા અનુસાર ડો. પંડયાના માર્ગદર્શન હેઠળ આઇ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિધ રોગની વિશ્ર્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણીક અને તાલીમના સેમીનારો યોજાય છે. દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તબીબોના જ્ઞાનના સતત વૃઘ્ધિ થતી રહે એ માટે સંસ્થા વિવિધ  સેમીનાર યોજી દેશ-વિદેશના જે તે રોગને નિષ્ણાંત તબીબોના લેકચર રાખે છે. આ ઉપરાંત રોગ મુકત રહે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ માટે લોક જાગૃતિના અનેક કાર્યક્રમો નિયમીત રુપે યોજાય રહ્યા છે. સર્વ રોગ નિદાન કેમ્પ,  રકતદાન કેમ્પ વગેરેનું આયોજન ન કરવામાં આવતું હોય છે.

તબીબી જગતના દેશભરના નામાંકિત તબીબો વર્લ્ડ મેડીકલ એસો.ના પૂર્વ પ્રમુખ ડો. કેતનભાઇ દેસાઇ, આઇ.એમ.એ.ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ડો. જીતેન્દ્રભાઇ બી. પટેલ, પૂર્વ ઉપપ્રમુખ ડો. અનિલ નાયક, ડો. પ્રફુલ દેસાઇ, ડો. ડી.પી. ચીખલીયા, સંસ્થાના રાષ્ટ્રીય પૂર્વ ઉપપ્રમુખ ડો. મનસુખભાઇ કાનાણી, ડો. ભરતભાઇ ત્રિવેદી, ડો. બીપીનભાઇ પટેલ, મહેન્દ્ર ચૌધરી, ગુજરાત કેન્સર હોસ્૫િટલના ડીન ડો. કીર્તિભાઇ પટેલ, એલ.જી. હોસ્પિટલના સુપ્રિ. ડો. યોગેન્દ્ર મોદી, ડો. દેવાંશુ શુકલ, રાજકોટના ગુજરાત આઇ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. એમ.કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, વર્તમાન ઉપપ્રમુખ ડો. અમિત હપાણી, સૌરાષ્ટ્ર યુનિ. ના પી.વી.સી. ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિ. ના સિન્ડીકેટ મેમ્બર અને ગુજરાત મેડીકલ કાઉન્સીલના ડો. ભાવીન કોઠારી, મેડીકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ, રાજકોટ આઇ.એમ.એ ના વરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે.શાહ, ડો. સુશીલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો.સી.આર. બાલધા, ડો. સુરેશ જોષીપુરા,, દીલીપભાઇ પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. કીરીટ દેસાણી, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. હિરેન કોઠારી, ડો. પિયુષ ઉનડકટ, ડો. રાજેશ તૈલી, ડો.વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઇ પટેલ, ડો. અતુલ દેવાણી, ડો. યજ્ઞીશ રાયચુરા, ડો.હિમાંશુ ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, રાજકોટ મેડીકલ કોલેજન ડિન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટ સીવીલ હોસ્પિટલના સુપ્રિ. ડો. મનીષ મહેતા, જુનાગઢ મેડીકલ કોલેજન ડિન ડો. એસ.પી.રાઠોડ, ડો. અજય રાજયગુરુ, કેન્સલ સર્જન ડો. નીતીન ટોલીઆ, માનસીગ રોગના નિષ્ણાંત ડો. વિજય નાગેચા, ડો. ભાવેશ કોટક, ડો. નિરંજન સોની, ડો. કીરીટ કનેરીયા, ડો. હેમાંશુ મણીયાર, ડો. મહેન્દ્ર ચાવલા, આઇ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતિબેન પોપટ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા, ઓન્ડોલોજીસ્ટ ડો. બબીતા હપાણી, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતા શાહ, એફ.પી.એ. ના ડો. કે.એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. કીરીટ કાનાણી, ડો. રશ્મી ઉપાઘ્યાય ડો. વસંત કાસુંન્દ્રા, બ્રહ્મ ડોકટર્સ એસો. ના ડો. એન.ડી. શીલુ, ડો. બકુલ વ્યાસ, ડો. તત્સ જોશી, મોરબી આઇ.એમ.એ. પૂર્વ પ્રમુખ ડો. હસમુખ સવસાણી ડો. ભુત, ગોંડલ આઇ.એમ.એ. ના ડો. ભાવેશ સોલંકી, મિડીયા જગતના વિજય મહેતા સહીત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.