Abtak Media Google News

પૂ. સાધનાબાઈ મ.સા. અને પૂ. વિમલાજી મ.સા.ની નિશ્રામાં તપ-જપ અને વ્યાખ્યાનના પચ્ચકખાણની અનુમોદન કરાય

રાજકોટમાં અનેક ઉપાશ્રયમાં પૂ. સાધુ-સાધ્વીજી બિરાજમાન છે. દરેક જગ્યાએ જ્ઞાનવાણિનો ચાતુર્માસ દરમ્યાન કાર્યક્રમ રહેશે. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક બા.બ્ર. પૂ. નરેન્દ્રમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ. બા.બ્ર. જય-વિજય મહાસતીજીના સુશિષ્યાઓ શ્રુતનિધિ બા.બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી આદી ઠાણા-6 ની નિશ્રામાં શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે એવમ સાધ્વીરત્ના પૂ. વિમલાજી મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં   રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં આંગણે આગમ ઓળવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. જેમા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળામાંથી 17 પચ્ચકખાણ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘમાંથી 12 પચ્ચકખાણ કરવામાં આવેલ હતા. બન્ને ઉપાશ્રયમાં તપ-જપ અને વ્યાખ્યાનના પચ્ચકખાણ ની અનુમોદના થયેલ હતી. ચાતુર્માસ આગમ વાંચનનું ખૂબ જ મહત્વ છે અને આવો અનેરો લાભ લઈને આરાધકો જયશ્રીબેન પા2ેખ, લક્ષ્મીબેન જૈન, ઉષાબેન શાહ, ભારતીબેન શાહ,ગીરીશભાઈ ગોડા, માલતીબેન આશરા, રમેશભાઈ સંઘવી, શિલાબેન ગાંધી, ઈન્દુબેન મોદી, પુજાબેન શેઠ, નિતાબેન કોઠારી, સુમિત્રાબેન જૈન, ધીરજબેન મહેતા, વિણાબેન સંઘવી, નિલાબેન દોશી, પ્રિતીબેન બીલખીયા, મનોજભાઈ શેઠ, રંજનાબેન ઉદાણી વિ.એ પચ્ચકખાણ લીધેલા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.