• સંતોષીનગરમાં જાહેરમાં જુગટુ રમતા 20 શખ્સો અને આંબેડકરનગરમાં પત્તા ટીચતા છ શખ્સોની ધરપકડ

શહેરમાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં પોપટપરા  વિસ્તારમાં  રઘુનંદન  સોસાયટીમાં મકાનમાં  ચાલતા જુગારધામ પર  ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી 3 મહિલા અને સંચાલક સહિત છ શખ્સોની ધરપકડ કરી રોકડ મળી રૂ. 5.70 લાખનો મુદામાલ  જયારે સંતોષનગરમા જાહેરમાં  જુગટુ ખેલતા 20 શખ્સોની  ધરપકડ કરી 14900 અને આંબેડકરનગરમાં જુગાર રમતા છ શખ્સોની ધરપકડ કરી રૂ. 33000નો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી વિગત મુજબ શહેરમાં દારૂ જુગારની બદી ડામીદેવા આપેલી સુચનાને પગલે  શહેરના સંતોષીનગર મેઈનરોડ, પાણીના  પંડાની  પાસે  જુગટુ રમાતો હોવાની મળેલી   બાતમીનાં આધારે  એલ.સી.બી.ઝોન 2એ  દરોડો પાંડી જુગાર રમતો રમેશ મગન મકવાણા, કમલેશ ગાંડુ પરમાર, રોશન સેવરામ ભદલાણી,અમિત સુરેશ કુશવાહા, લાલો  દાનજી કુકાવા, કમલેશ મોહન પંજાબી, કિશોર પ્રાગજી ઝાલા,  યોગેશ મયુકર ભામરે,  મહેન્દ્ર પાટીલ, મુકેશ ગણાવા, અશ્ર્વીન કાનજી ડાભી, કિશોર ભુપત જીંજુવાડીયા,અશ્ર્વીન ધનજી જાખોલીયા, નિર્મલ વરૂણ, પ્રતિક અમૃત અધોલા, સંજય હરી વાઘેલા,  રવિ મનહર ચૌહાણ, હરેશ રમેશ પુરબીયા,રિતેશ જગદીશ સોલંકી અને સંજય બધા ચાવડાની ધરપકડ કરી  પોલીસે જુગાર પટમાંથી રૂ. 33050નો મુદામાલ કબ્જે કર્યો છે.

શહેરમાં આંબેડકરનગરથી પોલીસ પ્રાપ્ત બાતમીનાં આધારે  સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો નરેન્દ્ર ગોપાલ ચાવડા,અનીલ  મુકેશ પરમાર, અશોક ગાંગજી  પરમાર, હરેશ રાઘવી ચુડાસમા, આશીષ મહેન્દ્ર પારેખ અને ચંદુ દેસા બગડાની ધરપકડ કરી જુગારનો   રૂ. 14900નોમુદામાલ કબ્જે કર્યો છે.

પોપટપરા રઘુનંદન   શેરી નં.2માં કાસમ ઉર્ફે કડી જુણાચ નામની મહિલાના  ઘરમાં જુગાર  રમાતો હોવાની  બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી કાસમ ઉર્ફે કડી જુણાચ, સચીન  ઉર્ફે લાલો વધીયા, સબ્બીર ઉર્ફે જાબર જુણેજા,  નવઘણ ઉર્ફે રાજ  મહેશ દારોદ્રા, રાધીકા ઉર્ફે તોફાની રાધા, હર્ષદ ધામેચા, નયના બાબુ ગીલવા અને મનીષા  ઉફર્ષ ડોલી રસીક વૈષ્ણવની ધરપકડ કરી       રોકડ રકમ રૂ. 2,40,000 અને 8 મોબાઈલ કિ. રૂ. 3,33,000 સહિત  કુલ રૂ.5,70,000નો મુદામાલ જુગાર પટમાંથી કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.