રાજકોટ : સોખડા ચોકડી પાસેથી 131 કિલો પોસડોડા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લીધો

છ પોસડોડાના બાચકા અને કાર સહિત રૂ.7.04 લાખનો મુદ્દામાલ ઝડપાયો

શહેરમાં માદક  પદાર્થ અને નાર્કોટિક્સ પ્રદાર્થના વેચાણ અને સેવન પર રોક લગાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ નાયબ પોલીસ કમિશનર ખુરશી દેમત સહિતનાઓએ સૂચના આપી હોય જેના પગલે સોખડા ચોકડી પાસેથી એસોજીના સ્ટાફે 131 કિલો પોસડોડાના જથ્થા સાથે એક્સ શખ્સને ઝડપી પાડ્યો છે.

અંગેની મળતી પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ એસ.ઓજીના ઇન્ચાર્જ પીઆઇ એસવી ડાંગર તથા તેમની ટીમ બાથમી ના આધારે અમદાવાદ હાઈવે સોખડા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી ફિયાટ કંપનીની કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી રૂ.3,94,938ની કિંમતના 131.646 કિલોગ્રામ પોસડોડાના છ બાચકા સાથે રાજસ્થાનના થનારામ દેરાજરામ મેઘવાળ નામના શખ્સને દબોચી લીધો હતો.

એસઓજીના સ્ટાફે આરોપીની અટકાયત કરી નશાયુકત પદાર્થ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછતાછ હાથધરી છે. એસઓજી સ્ટાફે દરોડો પાડી 131 કિલો પોસડોડાનો જથ્થો તથા રૂ.3 લાખની કિંમતની કાર મોબાઈલ સહિત રૂ.7,04,938 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથધરી છે.