Abtak Media Google News

શહેરમાં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને કાર્બનનું વધતું જતું સ્તર અટકે, શહેરીજનોને શુદ્ધ હવા મળી રહે તે માટે પીપીપીના ધોરણે મિયાવાંકી ક્ધસેપ્ટથી જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પદ્ધતિના ઉપયોગથી ખુબજ ઓછા સમયમાં વૃક્ષોની વૃદ્ધિ થાય છે. જેના માટે બજેટમાં રૂા.1.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જ્યારે મહિલા સશક્તિકરણના ભાગરૂપે શહેરમાં નારી હાટ, નારી ગૌરવ શરૂ કરવા માટે બજેટમાં 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, બાળકોને રમત સાથે જ્ઞાન મળી રહે તે માટે ગણીત, વિજ્ઞાન, ભુગોળ જેવા વિષયોની આવરી લેતી થીમ પર એક ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવશે જેના માટે 75 લાખ ફાળવવામાં આવ્યા છે. સમગ્ર વિશ્ર્વ આજે પર્યાવરણની જાગૃતિ માટે ચિંતીત છે ત્યારે મહાપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે જુદા જુદા પગલા લેવાય છે જેના ભાગરૂપે ગો ગ્રીન ક્ધસેપ્ટ આગળ વધારવા 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.