Abtak Media Google News

‘સલામત સવારી એસ.ટી. અમારી’ સૂત્ર ર્સાક: ઢગલાબંધ નવી અને અદ્યતન બસો દોડાવાતા એસ.ટી. બસોમાં મુસાફરો વધ્યા

રાજકોટ એસ.ટી.ને એપ્રિલ-મે ૨૦૧૬માં ૫.૩૮ કરોડની આવક ઈ હતી જયારે આ વર્ષે આવકનો આંકડો વધીને ૬.૪૪ કરોડે પહોંચ્યો

રાજકોટ એસ.ટી. તંત્રની ગાડી હાલ ટોપ ગીયરમાં દોડી રહી હોય તેમ રાજકોટ ડેપો અને સમગ્ર ડિવીઝનનો વિકાસ અને આવકમાં જેટ ઝડપે વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલ-મે દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવક ૫.૩૮ કરોડ ‚પિયા થઈ હતી. જે આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન વધીને ૬.૪૪ કરોડ થતા રાજકોટ એસ.ટી.ડિવીઝનની આવકમાં ૧ વર્ષમાં ૧.૦૬ કરોડ ‚પિયાનો વધારો થયો હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજકોટ એસ.ટી.ડિવીઝન રાજયભરમાં સૌથી વધુ ઝડપે વિકાસ પામતું ડિવીઝન બન્યું છે. સમયાંતરે એસ.ટી.ના મુસાફરોને સરળ અને ઉત્તમ સુવિધાનો લાભ રાજકોટ એસ.ટી.ડિવીઝન આપતું હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ એસ.ટી.ડિવીઝનમાં ૮ લાખ કિલોમીટર દોડી ગયેલી ખખડધજ બસોને સ્ક્રેપ કરી તેની જગ્યાએ નવી અને અત્યાધુનિક બસો દોડાવવામાં આવી રહી છે. લાંબા અંતરના ‚ટમાં સ્લીપર કોચ, એસ.ટી.કોચ અને વોલ્વો દોડાવાથી મુસાફરોને આરામદાયક સવારીનો લાભ મળી રહ્યો છે.

રાજકોટ એસ.ટી.ડિવીઝનની સુવિધામાં અને સેવાઓમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા સુધારા અને વધારાના કારણે મુસાફરો મોટાભાગે એસ.ટી.બસમાં યાત્રા કરવા આકર્ષાયા છે. જેના કારણે એસ.ટી.બસોમાં હાલ ચિકકર ગીરદી જોવા મળી રહી છે.

વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડેપો અને સમગ્ર ડિવીઝનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે એપ્રિલ-મે દરમિયાન રાજકોટ ડિવીઝનની આવક ૫,૩૮,૨૨,૦૦૦ નોંધાય હતી. જયારે આ વર્ષે એપ્રિલ અને મે માસ વધુ દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવકમાં જંગી વધારો થઈને ૬,૪૪,૩૮,૦૦૦ થઈ છે. આમ એક વર્ષમાં રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવકમાં ૧,૦૬,૧૬,૦૦૦નો વધારો થયો છે. ઓનલાઈન રીઝર્વેશન અને ટીકીટ વિન્ડો ખાતે પણ એડવાન્સ બુકિંગ કરવામાં સમગ્ર રાજયમાં રાજકોટ ડિવીઝન અવ્વલ નંબરે છે. ઉપરાંત રોજબરોજ એસ.ટી.બસમાં મુસાફરી કરતા યાત્રિકોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે એસ.ટી.ડિવીઝન દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અન્ય રાજયમાં સેવા શ‚ કરાતા હવે મુસાફરોની પહેલી પસંદ એસ.ટી.બસ બની છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનો હાલ લોકલ, એકસપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર કોચ અને વોલ્વો દોડાવવામાં આવી રહી છે. વાર-તહેવારે એસ.ટી.ડિવીઝન દ્વારા કોઈ પણ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ એકસ્ટ્રા બસો પણ દોડાવવામાં આવે છે. જેની નિગમને વધારાની આવક થતી હોયછે. આમ મુસાફરોની સુવિધા અને સગવડતાને કેન્દ્ર સ્થાને રાખી રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવક અને વિશ્ર્વસનીયતા ગતિશીલ બની છે. આવતા બે વર્ષમાં રાજકોટની ધરતી ઉપર ૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ પણ નિર્માણ થશે. જેનાથી મુસાફરોને એરપોર્ટ કક્ષાની સુવિધા પ્રાપ્ત થશે.

 

ડેપો              એપ્રિલ-મે ૨૦૧૬                એપ્રિલ-મે ૨૦૧૭      તફાવત

રાજકોટ ડિવીઝન ૫,૩૮,૨૨,૦૦૦/-    ૬,૪૪,૩૮,૦૦૦/-     ૧,૦૬,૧૬,૦૦૦/-

રાજકોટ            ૫,૩૮,૨૨,૦૦૦       ૬,૪૪,૩૮,૦૦૦       +૧,૦૬,૧૬,૦૦૦

ગોંડલ              ૪,૩૨,૨૪,૦૦૦       ૪,૬૯,૫૨,૦૦૦       +૩૭,૨૮,૦૦૦

ચોટીલા            ૫૭,૮૬,૦૦૦         ૬૧,૫૦,૦૦૦         +૩,૬૪,૦૦૦

જસદણ           ૨,૨૪,૯૨,૦૦૦       ૨,૨૭,૯૯,૦૦૦       +૩,૦૭,૦૦૦

મોરબી           ૨,૪૮,૫૪,૦૦૦       ૨,૫૦,૫૫,૦૦૦       +૨,૦૧,૦૦૦

લીંબડી           ૧,૪૪,૦૯,૦૦૦       ૧,૪૬,૦૮,૦૦૦       +૧,૯૯,૦૦૦

વાંકાનેર          ૩,૫૩,૮૮,૦૦૦       ૩,૫૪,૭૦,૦૦૦       +૮૨,૦૦૦

ધ્રાંગધ્રા           ૧,૯૫,૧૪,૦૦૦       ૧,૯૫,૦૯,૦૦૦       -૫૦૦૦

સુરેન્દ્રનગર       ૩,૨૦,૯૭,૦૦૦      ૩,૧૪,૫૯,૦૦૦     -૬,૩૮,૦૦૦

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.