Abtak Media Google News

ઢોર પકડ પાર્ટી સાથે એસઆરપી બંદોબસ્ત તેમજ પૂરતું પોલીસ રક્ષણ, હુમલાખોરોને પોલીસ કડક ભાષામાં પાઠ ભણાવશે

રાજકોટ શહેરમા જાહેરમાં ઘાસચારો વેચવા તેમજ માર્ગો પર અને ફૂટપાથ પર ઘાસચારો નાખવા પર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને શહેરીજનોને સ્પષ્ટ સૂચનો કર્યા છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ – 144 મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમ -1951 ની કલમ 33 ( 1 ) ( ખ ) ( ગ ) મુજબ જાહેરનામું કરીને પોલીસ કમિશનરે શહેરીજનોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.જો કોઈ ઇસમ જાહેરનામું ભંગ કરશે તો તેમના પર સખ્ત કાર્યવાહી પણ થશે.

Gyjsdd

ફૂટપાથ પર કે જાહેર માર્ગો પર ઘાસચારો નાંખશો તો થશે IPC  કલમ 188 મુજબ કાર્યવાહી

પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ આઇ.પી.સી કલમ – 188 તથા જી.પી.એકટ કલમ -131 મુજબ ફરીયાદ દાખલ થશે.તાજેતરમાંજ રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી .રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રખડતા ઢોરનો ભોગ બની ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે હાઇકોર્ટે પણ રખડતા ઢોર મુદ્દે કડક વલણ દાખવતા સરકાર કડક હાથે કામ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજીત 30 હજારથી વધુ ઢોરને ઢોર ડબ્બે પુરવામાં પણ આવ્યા છે.

શહેરમાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે પ્રસિધ્ધ કર્યું

આગામી દિવસોમાં યોજાનારા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ તેમજ રેલી, ધરણા તેમજ સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા આ સમય દરમ્યાન સમગ્ર રાજકોટ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે   પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ શારીરિક ઈજા થાય તેવી વસ્તુઓ કે હથિયારો તથા સ્ફોટક પદાર્થો રાખવા તેમજ હેરફેર કરવા તેમજ વિવીધ પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તથા પરવાનાવાળા હથિયારો લઈ જાહેર જગ્યાએ જવા, હવામાં ફાયર કરવા કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. તથા ચાઇનીઝ જીગઝેક ચપ્પુઓ રાખવા તેમજ વેચવા પર 1/09/2022થી તા.31/10/2022 પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેર નામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ઢોર-પકડ પાર્ટી ને રક્ષણ આપવાની પોલીસની જવાબદારી: પોલીસ કમિશનર

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે જાહેર માર્ગો પર ઘાસચારો નાખીને ઢોર ને આપતા હોય છે.ઘણા લોકો ધાર્મિક શ્રધ્ધાથી પણ ઢોર ને ઘાસચારો આપતા હોય છે.જાહેરમાં ઘાસચારો નાખવાથી ગંદકી થાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે તેમજ અકસ્માત પણ થાય છે.માટે આજથી જાહેર માર્ગ તેમજ ફૂટપાથ પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જાહેર જગ્યા પર કોઈ પણ ને ઘાસચારો વેહચવાનો પણ નથી.કોઈ પણ આ જાહેરનામાંનો ભંગ કરશે તો કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.હાઇકોર્ટ દ્વારા હાલમાં જે નીર્દેશ આપવામાં આવ્યો છે અને સરકારની પણ સૂચના છે તે મુજબ  કોર્પોરેશનની ઢોર પાર્ટી ને પૂરતો પોલીસ બંદોબસ્ત આપેલ છે.દરેક ઢોર પાર્ટીમાં એસ.આર.પી. બંદોબસ્ત પણ આપેલ છે.ઢોર પકડવામાં જે કોઈ લોકો સામીલ છે તેમને પૂરતા રક્ષણ આપવાની અમારી પૂરતી જવાબદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.