Abtak Media Google News

દેશ અને વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે જીવન જોખમે પણ લોકોને બચાવવા માં ડોક્ટરો સાથે નર્સોની ખૂબ મોટી ભૂમિકા છે. વર્ષ 2021ના આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે ફ્લોરેન્સર નાઇટિંગલને યાદ કરવા ઘટે. 201 વર્ષ પહેલાં 12 મે 1820ના ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો. આજની  પરિસ્થિતી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની યાદ અપાવે આવે છે.  કોરોના યુગમાં, ડોકટરો અને નર્સોની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. આ સમયે, નર્સો દેશ અને વિશ્વની હોસ્પિટલોમાં તેમના જીવન સાથે રમી લોકોનું જીવન બચાવી રહી છે અને અન્ય સ્ટાફ દર્દીઓની સારવાર કોરોના વાયરસથી કરી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ. કે કોઈ પણ દર્દી સાથે સૌથી નજીક  હોસ્પિટલમાં ફક્ત નર્સો છે, તેથી તેઓને સૌથી વધુ જોખમ છે.  નર્સિંગ સ્ટાફનું વિવિધ બીમારી કે ઇજા સહિતના તકલીફ વાળા દર્દીઓને સારા કરવામાં ભારે યોગદાન રહે છે. જો કે દર્દીની સાર સંભાળ રાખવી, દર્દીને દવા આપી સમયસર ખોરાક આપવો આરોગ્ય સચવાય રહે તે માટે દર્દીઓની સેવા ચાકરી કરે છે.

તો સતત કાર્યરત નર્સિંગ સ્ટાફ ને શુ મનોભાર અનુભવાય છે? લોકો જ્યારે જગડો કે ખોટા આરોપ મૂકે ત્યારે શું તેમની લાગણી દુભાય છે? એ માટે *મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા દોશીએ નર્સિંગ સ્ટાફનો મનોશારીરિક મનોભાર* માપવા માટે ઓનલાઇન 270 નર્સિંગ સ્ટાફ પર સર્વે કર્યો..  સર્વેના તારણો નીચે મુજબ છે.

 *શુ આ સમયમાં તમને કામનો થાક લાગ્યો છે?*

જેમાં 84.6% એ હા અને 15.4% એ ના કહ્યું હતું.

*આ મહામારી દરમિયાન તમારી ઉપેક્ષા થઈ હોય એવું તમને લાગે છે?*

જેમાં 76.9% એ હા અને 23.1%એ ના કહ્યું હતું.

*કોરોના મહામારી દરમિયાન નર્સ પ્રત્યે સમાજ વધુ પૂર્વગ્રહીત થયો છે?*

જેમાં 84.6% એ હા અને 15.4%એ ના કહ્યું હતું.

*તમારી જવાબદારી અને કાર્યભરની સંભાળ સમાજે લીધી છે?*

જેમાં 61.5% એ ના અને 38.5% એ હા કહ્યું હતું.

*કોરોનાની ડ્યુટીને કારણે ઘરના લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ બદલાયો છે?*

જેમાં 69.2% એ હા અને 30.8%એ ના કહ્યું હતું.

*દર્દીની સારવાર દરમિયાન દબાણ નો અનુભવ કરો છે?*

જેમાં 65.4% એ હા અને 34.6%એ ના કહ્યું હતું.

*આ મહામારી દરમિયાન ક્યારેય એવું લાગ્યું કે હું નર્સ ન હોત તો સારું હોત*

જેમાં 80.8% એ ના અને 19.2%એ હા કહ્યું.

*સતત PPE કીટ પહેરી રાખવાથી સમસ્યાઓ અનુભવાય છે?*

જેમાં 96.2%એ હા અને 3.8% એ ના કહ્યું હતુ.

*તમારા પરિવારજનોની ચિંતા આ સમયે વધી હોય એવું લાગે છે?*

જેમાં 100% એ હા જણાવ્યું હતું.

*શુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે સારવાર કરતા ક્યાંક તમને કોરોના થઈ જશે*

જેમાં 69.2% એ હા અને 30.8% એ ના જણાવ્યું હતું

*શુ તમને એ ચિંતા રહે છે કે ક્યાંક તમારા કારણે તમારા પરિવારજનોને કોરોના થઈ જશે*

જેમાં 96.2% એ હા અને 3.8% એ ના કહ્યું હતું.

*સતત PPE કીટ પહેરી રાખવી એ ભારરૂપ લાગે છે?*

જેમાં 96.2% એ હા અને 3.8% એ ના કહ્યું હતું.

*હોસ્પિટલથી પાછા વળતા શરીર થાક અનુભવે છે?*

જેમાં 92.3% એ હા અને 7.7% એ ના કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.