Abtak Media Google News

હાર્ડ રીકવરી અંતર્ગત રૂ.1.30 કરોડની વસુલાત સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 32 મિલકતો સીલ કરાઈ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા છેલ્લા ચાર દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી ટેકસ રિકવરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડમાં 82 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 104 બાકીદારોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટેકસ બ્રાંચ દ્વારા ગત 27 થી 29 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.2,6,7,9,12,13, 15,17 અને 18માં 82 બાકીદારોની મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 104 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 32 મિલકતો સીલ કરવામાં આવી છે અને 36 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.34.21 લાખની વસુલાત થવા પામી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં 28 મિલકતોને સીલ કરવામાં આવી છે અને 38 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.40 લાખની વસુલાત થવા પામી છે. તો ઈસ્ટ ઝોનમાં 22 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 30 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.55.80 લાખની વસુલાત થવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.