Abtak Media Google News

શિક્ષક દિવસે સમગ્ર શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું

શિક્ષકદિન ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે.પ્રાચીન સમયમાં, શિક્ષકને “ગુરુ” કહેવામાં આવતું હતું. ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. સંસ્કૃતમાં, ગુરુનો શાબ્દિક અર્થ થાય છે અંધકાર દૂર કરનાર. તેથી જ ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ મહત્વ અને આદર આપવામાં આવે છે.ભારતમાં, શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

Vlcsnap 2022 09 05 10H56M59S228Vlcsnap 2022 09 05 10H56M38S435Vlcsnap 2022 09 05 10H57M36S405Vlcsnap 2022 09 05 10H57M12S361

આ દિવસ શિક્ષકો દ્વારા સમાજમાં આપેલા યોગદાનને શ્રદ્ધાંજલિના ચિહ્ન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરી ઉજવવામાં આવે છે.શિક્ષકદિનની ઉજવણી નિધિ સ્કુલમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.માં સરસ્વતીના આશીર્વાદ લીધા બાદ શાળાના વિદ્યાર્થીઓએ હોશભેર આ ઉજવણીમાં ભાગ લીધો  હતો. શિક્ષક દિવસે સમગ્ર શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અલગ અલગ વિષયનો અભ્યાસ કરાવવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ બાબતે શાળાના મેનેજીંગ ટ્રસ્ટીએ વધુ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.