Abtak Media Google News

પ્રતાપસિંહ ઝાલાને ક્રાઇમ બ્રાન્ચ અને ભાનુભાઇ મિયાત્રાને એઓજીમાં નિમણુંક: બે હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેબલ અને બાર એએસઆઇએ પીએસઆઇની પરીક્ષા માટે 2019માં ફોર્મ ભર્યા’તા

ગુહ વિભાગ દ્વારા લેવાયેલી મોડ ટુ પીએસઆઇની પરિક્ષામા રાજકોટના 15 કોન્સ્ટેબ થી એએસઆઇ પાસ થયા હતા તેઓને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા હંગામી પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથકના અને ક્રાઇમ બ્રાન્ચમાં એટેચ તરીકે ફરજ બજાવતા પ્રતાપસિંહ દેવતસિંહ ઝાલાને ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગરના ભાનુભાઇ મિયાત્રાને એસઓજીમાં નિમણુંક આપવામાં આવી છે. બીન હથિયારી પીએસઆઇ મોડ ટુમાં ખાતાકીય પરિક્ષા માટે 2019માં ફોર્મ ભરવામાં આવ્યા હતા.

હેડ કોન્સ્ટેબલની બઢતીના ત્રણ વર્ષ થયા હોય તેઓ આ પરિક્ષા આપી શકે તેવી જોગવાય હતી. જો કે કેટલાક ડાયરેકટ એએસઆઇ આ પરિક્ષાથી વંચિત રહ્યા હતા અને કોન્સ્ટેબલથી એએસઆઇ બનેલા તમામ પરિક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પાસ થયેલા તમામને પીએસઆઇ તરીકે હાજર ગણી પોતાની મુળ ફરજ પર જ હંગામી પોસ્ટીંગ આપવામા આવ્યું છે. ટૂંક સમયમાં જ ચૂંટણી લક્ષી બદલીનો ઘાણવો બહાર પડશે ત્યારે મોડ ટુની પરિક્ષામાં પાસ થયેલા તમામ પીએસઆઇની બદલી થશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

મોટ ટૂની પરિક્ષા પાસ થયેલાઓમાં અશ્ર્વિનગીરી ગૌસ્વામીને દક્ષિણ વિભાગ એસીપી સાથે, ચુડાસમા અજયસિંહને ટ્રાફિક બ્રાન્ચ, પરમાર કિશોરભાઇને કુવાડવા રોડ પોલીસ મથક, ચુડાસમા ચેતનસિંહ વનરાજસિંહ કુવાડવા રોડ, જાડેજા ચંદ્રસિંહ સાઇબર ક્રાઇમ, જામંગ પ્રવિણભાઇ મહિલા પોલીસ મથક, જાડેજા ગજેન્દ્રસિંહ ગંતાનસિંહને સાયબર ક્રાઇમ, રત્નુ દિલીપકુમાર ક્રાઇમ બ્રાન્ચ, ડાંગર સુભાષભાઇને એસઓજી, ભરવાત બોઘાભાઇને સાયબર ક્રાઇમ ગોવાણી જંયતીલાલને થોરાળા અને જામંગ હિતેન્દ્ર નારણભાઇ આઇયુસીએડબલ્યુ યુનિટમાં નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.