રાજકોટ: તંતી પાર્કના કોન્ટ્રાકટર પાસે જુગારમાં હારેલા રૂ. 38 લાખની ઉઘરાણી કરી ધમકી દીધી

  • રાજકોટ અને મોરબીના જુગાર શોખીનોને પ્લેનમાં ગોવામાં ડેન્ટીલ રોયલમાં કેસીનોમાં જુગાર રમાતા ત્રણ દિવસમાં મોટી રકમ હારી ગયો
  •  જુગારની રકમ વસુલ કરવા ચાર શખ્સોએ મોબાઇલમાં ધમકી દઇ દરવાજા પર પથ્થરમારો કર્યો

મવડી રોડ પર આવેલા તંતી પાર્કના કોન્ટ્રાકટર પાસેથી જુગારમાં હારેલા રૂા. 38 લાખની વસુલ કરવા મોબાઇલમાં ધમકી દઇ પઠાણી ઉઘરાણી કરી મકાનના દરવાજા પર પથ્થરમારો કર્યાની ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ત્રણેક માસ પહેલા પ્લેનમાં ગોવા જઇ કેસીનો જુગાર રમતા હારી ગયો હતો તેની ઉઘરાણી કરવા ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તંતી પાર્કમાં રહેતા દિનેશભાઇ ઉર્ફે પાયલ દેવજીભાઇ વોરા નામના 51 વર્ષના પટેલ પ્રૌઢે નાના મવા વિસ્તારના યશપાલસિંહ જાડેજા, રાજવીરભાઇ અને બે અજાણ્યા શખ્સોએ જુગારના રૂા.38 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી દીધાની અને મકાન પર પથ્થરમારો કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

યશપાલસિંહ જાડેજા લાંબા સમયથી રાજકોટ અને મુંબઇના જુગારના શોખીનોને પ્લેનમાં ગોવા લઇ જઇ ત્યાં ડેન્ટીલ રોયલ કેસીનોમાં જુગાર રમાડતો હોવાથી તેમનો અન્ય જુગારના શોખીનો દ્વારા પરિચય થતા ત્રણેક માસ પહેલાં યશપાલસિંહ જાડેજા સાથે પ્લોનમાં ગોવા ખાતે કેસીનો જુગાર રમવા માટે ડેન્ટીલ રોયલ કેસીનો જૂગાર રમ્યો હતો ત્યારે તેમની સાથે જુગાર રમવા મોટ મોરબીના ગોપાલ, રાજકોટના હરીશ પટેલ, નિકુંજ લોહાણા અને કમલેશ તન્ના નામના શખ્સો પણ પ્લેનમાં ગોવા જુગાર રમવા આવ્યા હતા.

ત્રણ દિવસ સુધી રમેલા જુગારમાં દિનેશભાઇ વોરા રૂા.38 લાખ જેટલી રકમ હારી ગયા હતા. આ જુગારની રકમ વસુલ કરવા માટે યશપાલસિંહ જાડેજા અને રાજવીરભાઇ સહિત ચાર શખ્સો જુદા જુદા મોબાઇલ પરથી વાત કરી રૂા.38 લાખની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દેતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

યશપાલસિંહ જાડેજા અને રાજવીરભાઇ જુગારની રકમ રૂા.38 લાખની ઉઘરાણી કરવા માટે અવાર નવાર જુદા જુદા મોબાઇલ નંબર પરથ વાત કરી ધમકી દેતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ગઇકાલે યશપાલસિંહ જાડેજા અને રાજવીરભાઇ સહિત ચાર શખ્સો તેમના ઘરે તંતી પાર્કમાં ઘસી આવ્યા હતા મોબાઇલમાં વાત કરી નીચે આવવા જણાવ્યું હતું. પરંતુ ડરના કારણે દિનેસભાઇ વોરા પોતાના મકાનમાંથી નિચે આવ્યા ન હતા અને દિનેશભાઇ વોરાની પત્ની ચેતનાબેને પોતાના મકાનનો દરવાજો બંધ કરી દેતા ચારેય શખખ્સોએ બંધ કરેલા દરવાજા પર પત્થર મારો કયોઈ હતો અને તારે રૂા.38 હજાર આપવા પડશે તમે કહરી ધમક્વા છ શખ્સોએ ખુનનની ધમકી દીધાનું ફરયિમા જણાવ્યું છે.

માલવીયાનગરના એએસઆઇ જી.વાય.પંડયાએ દિનેશભાઇ તંતીની ફરિયાદ પરથી યશવંતસિંહ જાડેજા, રાજવીરભાઇ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.