Abtak Media Google News

રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત 11 મહિનાના હંગામી ધોરણે કરાશે ભરતી: 31 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

અબતક, રાજકોટ

આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા 183 કર્મચારીઓની 11 મહિનાના હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. આ માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે મહાપાલિકાને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સ્ટાફની ભરતી કરવા માટે 100% ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જે અંતર્ગત

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસરની 11 જગ્યા, લેબ ટેકનિશ્યનની 7 જગ્યા, ફાર્માસીસ્ટની 4 જગ્યા, ફિમેલ હેલ્થ વર્કરની 44 જગ્યા અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 117 સહિત કુલ 183 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી તદ્ન હંગામી ધોરણે અને ફિક્સ પગારથી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.