Abtak Media Google News

ડ્રાઈવર નશામાં ધૂત હોવાથી કારના સ્ટીયરીંગ પર પડી જતાં સતત હોર્ન વાગતા લોકો એકઠા થઇ જતાં ભાંડો ફૂટ્યો

ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવરને દબોચી કારમાંથી દારૂની બોટલ કબ્જે કરી

રાજકોટમાં શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી .બાદ પોલીસે તપાસતા કાર રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી એટલે કે રૂડાના સીઈઓ રાજેશ ઠુંમ્મરની સરકારી છે.અને આઉટસોર્સિંગ્સ સ્ટાફનો ચાલક કલ્પેશ રત્નાભાઈ મોરી (ઉ.વ.37, રહે. બજરંગવાડી શેરી નં-8) નશા ની હાલતમાં જોવા મળતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.જ્યારે પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવતા તે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ અલ્પેશ રૂડાના સીઈઓની ઈનોવા કારમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આજે સવારે રજા હોવાથી કાર રૂડાની ઓફિસમાં પડી હતી. ડ્રાઈવર હોવાથી કલ્પેશ પાસે કારનો ચાવી હતી. તે ઓફિસે ગયો હતો. દારૂ ઢીંચી કાર લઈ ફરવા નિકળી ગયો હતો.કાર ઉપર બંને સાઈડ ગર્વમેન્ટ ઓફ ગુજરાત અને એડીશ્નલ કલેકટર, સીઈએ, રૂડા અને રાજકોટ લખેલું હતું. આ રીતે સરકારી અધિકારીઓની કારને પોલીસ રોકતી નથી. તે મુજબ આ કારને પણ પોલીસ રોકવાની ન હતી.પરંતુ થયું એવું કે કલ્પેશે ખુબ જ દારૂ ઢીંચ્યો હોવાથી 150 ફુટ રીંગ રોડ પરના શિતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પાછળની શેરીમાં પહોંચતા તે સ્ટીયરીંગ ઉપર ઢળી પડયો હતો.

જેને કારણે પાંચેક મીનીટ સુધી કારનું હોર્ન વાંગતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. કલ્પેશને જગાડી હોર્ન બંધ કરાવ્યું હતું. એટલુ જ નહી કોઈએ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ પહોંચી હતી. તેના સ્ટાફે જોતા કલ્પેશ દારૂ ઢીચેલી હાલતમાં મળ્યો હતો. એટલુ જ નહી કારમાંથી 70 એમએલ દારૂ ભરેલી બોટલ પણ મળી આવતા તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.