રાજકોટ: વોર્ડ નં.14માં રમેશભાઇ ટીલાળાને આવકારી લોકોએ મત આપવાની અનુમોદનાની પ્રતિતિ કરાવી

રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા દ્વારા વોર્ડ નં-14માં પદયાત્રા અને લોકસંપર્ક

રાજકોટ-70 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મતદાર વિભાગમાં સમાવિષ્ટ વોર્ડ નંબર-4 ના વિવિધ વિસ્તારોનો લોકસંપર્ક કર્યો હતો. તેઓએ જલારામ ચોક પાસેના આસપાસના વિસ્તારોના રહેવાસી અને ગાયત્રીનગર, ધર્મજીવન સોસાયટીના મુખ્ય માર્ગો તથા અન્ય માર્ગો પર આવેલ નાની-મોટી દુકાનોના દુકાનદારો, ધંધાર્થીઓ, વેપારીઓ વિગેરેનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.

આ લોકસંપર્ક દરમ્યાન આગેવાનો દ્વારા તા.1 ડીસેમ્બર ના રોજ મતદાન સમયે લોકોને 1 નંબરનું કમળનું બટન દબાવી વિધાનસભા-70 રાજકોટ દક્ષિણના લોકલાડીલા ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને કીમતી અને પવિત્ર મત આપીને વિજયી બનાવવા અપીલ કરાઈ હતી.

આ લોકસંપર્કના કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર ડો.જયમીનભાઈ ઉપાધ્યાય, હરિભાઈ રતાડીયા, અમીનભાઈ માખેલા, દિનેશભાઈ જલુ, ભરતભાઈ ઢોલરીયા સહિતના કાર્યકરો વિગેરે જોડાયા હતા.