Abtak Media Google News

કંટ્રોલરૂમે બેજવાબદારી પૂર્વક આપેલા ઉડાઉ જવાબો સામે કલેક્ટરે કરાવી આપી બેડની વ્યવસ્થા 

રાજકોટ શહેર અને જીલ્લામાં દિવસે ને દિવસે કોરોનાની પરિસ્થિતિ વણસતી જાય છે.કોરોનાનાં સરકારી આંકડાઓ સામે વાસ્તવિકતા જુદી છે એ સૌ કોઈ જાણે છે.વધતા જતા કોરોના સંક્રમણ ને કારણે પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ ની વ્યવસ્થા નથી. ડોક્ટર્સ લાચાર છે. દર્દીઓના સગા પણ હેરાન પરેશાન છે, ચારેય તરફ બેડ મેળવવા કમર કસી રહ્યા છે.પોતાના વ્હાલસોયા સ્વજનોને બચાવવા કંઈ પણ કરી છૂટવા પરિવારજન તૈયાર છે ત્યારે રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલની હાલત પણ દિવસે ને દિવસે ખરાબ બની રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં કલેક્ટર તંત્ર દ્વારા લોકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.કલેક્ટર તંત્ર દ્વારા કુલ 4 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ હેલ્પલાઇન નંબર પર ફોન રિસીવ કરનાર ગીધડાઓ બેજવાબદારી પૂર્વક લોકોને મન ફાવે તેવા ઉડાવ જવાબ આપી રહ્યા છે જેને કારણે ચો-તરફથી ફિટકાર વરસી રહ્યો છે.અબતક ચેનલના રિપોર્ટરના સ્વજનને જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સરકારી સિસ્ટમનો અને અવ્યવસ્થા નો કડવો અનુભવ થયો હતો.રિપોર્ટર તેમના 82 વર્ષના સ્વજનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સાડા ચાર કલાકે ફોન કરતા જાણવા મળ્યું હતું કે તેમના સ્વજન હજુ પણ બેડ માટે તરસી રહ્યા છે અને બેડ ન હોવાને કારણે તેઓ સ્ટ્રેચર પર હેરાન થઈ રહ્યા છે.રિપોર્ટરે સિવિલ હોસ્પિટલમાં બેડની પરિસ્થિતિ માટે કંટ્રોલ રૂમમાં ફોન કરતા તેને સરકારી બાબુઓની આ કડવી સિસ્ટમનો કડવો અનુભવ થયો હતો.રિપોર્ટર ને રીતસર ઉડાવ જવાબ આપતા કંટ્રોલ રૂમ માં બેસેલ ગીધડાઓએ જવાબ આપ્યો હતો કે સિવિલની માહિતી અમારી પાસે ન હોઈ. બાદ માં કલેક્ટર રેમ્યા મોહન ને અડધી રાત્રે રિપોર્ટરે સંપર્ક કરતા માત્ર 10 જ મિનિટમાં બેડ સહિતની તમામ વ્યવસ્થા કલેક્ટરે કરી આપી હતી.પરંતુ સવાલ એ સામે આવે છે કે કંટ્રોલ રૂમ માંથી મળતા જવાબો તેમજ સિવિલમાં કોવિડ બેડની સાચી પરિસ્થિતિ શું ? આ તમામ પ્રશ્નો કેટલા અંશે યોગ્ય ? શું રાજકોટની જનતા ભગવાન ભરોસે?

રાજકોટ કલેક્ટર શ્રી…આ રહી વાસ્તવિકતા…

કલેક્ટર ઓફીસના કંટ્રોલ રૂમમાંથી મળેલ જવાબો..

તારીખ 10 એપ્રિલ, સમય રાત્રે 11.05 …

કંટ્રોલ રૂમ મો.નં. – 9499806828

રીપોર્ટર: અબતક પ્રેસ માંથી રિપોર્ટર વાત કરું છું,મારા દાદા ને સાડા ચાર કલાક પહેલાં સિવિલમાં કોવિડમાં દાખલ કર્યા હતા, થર્ડ ફ્લોર તેમને આપેલ હતો. હું પોતે લિફ્ટ સુધી તેમને મુકવા ગયો હતો.અત્યારે સિવિલમાં કંડીશન પૂછવા ફોન કરતા જાણવા મળ્યું હજુ  તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે સ્ટ્રેચર પર છે, બેડ નથી તેવો જવાબ મળેલ છે..

કંટ્રોલરૂમ: આમ તો બેડ બધે ફૂલ જ છે

રિપોર્ટર: તો થર્ડ ફ્લોર મને ફાઇલમાં લખીને આપ્યું હતું એડમિટ માટે, તો બેડ જ નથી ? પેશન્ટ આવે તો શું કરવાનું?

કંટ્રોલરૂમ: એ વાત સાચી …

રીપોર્ટર: તો સરકારી તંત્ર પાસે બેડ જ નથી એવું છે ??

કંટ્રોલરૂમ: ખાનગી માં તો બધું ફૂલ જ છે..

રીપોર્ટર: ખાનગીમાં બેડ નથી જોતો, તમને એમ કહું છું સિવિલમા કોવિડ માં સાડા ચાર કલાક પહેલાં એડમિટ કર્યા હતા અને ત્યાં સ્ટ્રેચર માં તેમને સાડા ચાર કલાક થયા રાખ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર પર અને જવાબ મળે છે કે બેડ નથી તેમની ઉમર 82 વર્ષ છે.

કંટ્રોલરૂમ: તમે ત્યાં કોન્ટેકટ કરી જુઓ ને ..

રીપોર્ટર: ત્યાં કોન્ટેકટ તો કર્યો, અમને કાર્ડ આપ્યું છે ત્યાંથી એ કાર્ડમાં કોન્ટેકટ નંબર પર ફોન કરતા કહ્યું કે હું તમને એટલી જ માહિતી આપી શકું કે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર છે.બીજું કાંઈ ન કહી શકું.

કંટ્રોલરૂમ: તો અહીં થી અમે શું કહી શકીએ ??

રીપોર્ટર: તો બેડ નથી ? બેડ ની સ્થિતિ માટે કંટ્રોલ રૂમ છે તો સિવિલ માં બેડ નથી ??

કંટ્રોલરૂમ: સિવિલમાં બેડ છે કે નહીં તેની માહિતી ન હોઈ અમારી પાસે

રીપોર્ટર: કંટ્રોલ રૂમ શેનો છે??

કંટ્રોલરૂમ: બેડ છે કે નહીં તેની માહિતી માટે..

રીપોર્ટર: બેડ ખાલી છે કે નહીં એ માટે જ ને ??

કંટ્રોલરૂમ: હા..હા

રીપોર્ટર: તો સિવિલમાં બેડ નથી ને ??

કંટ્રોલરૂમ: અત્યારે તો સિવિલ નો નંબર આપીએ.. ત્યાં તો બેડ હોઈ .

રીપોર્ટર: તો ત્યાં બેડ હોઈ છે એમ ??

કંટ્રોલરૂમ: હા

રીપોર્ટર: તો કહું તો છું કે સિવિલમાં સાડા ચાર કલાક થી સ્ટ્રેચર પર જ છે.ઓક્સિજન ચાલુ છે. તો કેમ બેડ નથી આપતા???

બાદમાં કંટ્રોલમાં બેસેલ વ્યક્તિ બેજવાબદારી પૂર્વક અન્ય વ્યક્તિને ફોન આપી દે છે…

કંટ્રોલમાં બેસેલ અન્ય વ્યક્તિ – હા બોલોને …

રીપોર્ટર: અબતક પ્રેસ માંથી રિપોર્ટર વાત કરું છું .મારા દાદા એમની 82 વર્ષ ની ઉમર છે.સિવિલમાં સ્ટ્રેચર પર તેમને રાખ્યા છે અને બેડ નથી તેવો જવાબ મળે છે. ફાઇલ માં થર્ડ ફ્લોર લખીને આપ્યો અને એક કાર્ડ આપ્યું છે કે તેમાં લખેલ નંબર પર ઈમરજન્સી પડે કે પૂછપરછ કરવી હોય તો આમાં ફોન કરજો..તો અત્યારે જવાબ મળ્યો કે દર્દી ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રેચર પર છે .બેડ નથી.તો સિવિલમાં બેડ નથી ?

કંટ્રોલરૂમ: સિવિલની કોઈ જ માહિતી નથી…પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ ખાલી નથી

રીપોર્ટર: પ્રાઇવેટમાં ભલે નથી બેડ પરંતુ સિવિલમાં બેડ નથી ?  હું તમને એમ પુછી રહ્યો છું.

કંટ્રોલરૂમ: સિવિલની માહિતી ઉપલબ્ધ નથી અમારી પાસે..

રીપોર્ટર: તો કંટ્રોલ રૂમ શેનો છે ??

કંટ્રોલરૂમ: પણ સિવિલની માહિતી નથી અમારી પાસે , પ્રાઇવેટ માં બેડ ફૂલ છે..

રીપોર્ટર: પ્રાઇવેટ હોસ્પિટલ માટે જ કંટ્રોલ રૂમ ખોલ્યો છે ?

કંટ્રોલરૂમ: સિવિલમાં કેટલા બેડ છે તેવી કોઈ જ માહિતી અમારી પાસે નથી , પ્રાઇવેટ માં બેડ ફૂલ છે.

રીપોર્ટર: પ્રાઇવેટ તો મને પણ ખ્યાલ છે કે રાજકોટમાં બેડ જ નથી પરંતુ આ લોકો માટે કંટ્રોલ રૂમ છે તો હું તમને પૂછું છું કે સિવિલમાં બેડ નથી ??

કંટ્રોલરૂમ: અમારી પાસે સિવિલ ની માહિતી જ નથી

રીપોર્ટર: તો તમારી પાસે શેની માહિતી છે ?

કંટ્રોલરૂમ: સિવિલની માહિતી નથી..

રીપોર્ટર: અત્યારે તમને કોઈ દર્દી કે તેમના પરિવારજનો ફોન કરે.. કે સિવિલમાં બેડ છે કે નહીં ?તો તમે મને જે જવાબ આપો છો… લોકોને શું જવાબ આપો છો ? સિવિલની માહિતી નથી  તેવું કહો છો? શું નામ છે તમારું ?

કંટ્રોલરૂમ: અમે નામ ન આપી શકીએ

રીપોર્ટર: તમે નામ તો આપો મારે કલેક્ટર ને કહેવું છે , મેડમ ને હું વાત કરીશ કે કંટ્રોલ રૂમમાથી લોકોને કેવા જવાબ મળે છે

કંટ્રોલરૂમ: નામ ન આપી શકીએ અમે..

રીપોર્ટર: તમે કંટ્રોલ રૂમ માં શેના માટે બેસો છો ? માહિતી આપવા જ ને ? તો સિવિલ ની માહિતી નથી તમારી પાસે કે કેટલા બેડ છે ?

કંટ્રોલરૂમ: ના માહિતી ઉપલબ્ધ નથી

રીપોર્ટર: સારું ચલો… (ફોન મૂકી દયે છે)

કંટ્રોલરૂમ પર કંટ્રોલ કોનો?

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના ની પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે તેવા સંજોગોમાં જન આરોગ્ય ની જાળવણી અને મહામારીમાં લોકોને સરકારી સુવિધા નો લાભ મળે માર્ગદર્શન મળે તે માટે શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમ માત્ર ને માત્ર ઔપચારિક બની ગયા હોય તેમ વિકટ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમ પર ફોન કરનારાઓને યોગ્ય માહિતી મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો મળે છે, એપેડેમીક એક્ટ લાગુ હોવા છતાં કંટ્રોલ રૂમ પર ફરજ પર નિમાયેલા કર્મચારીઓ ચોમાસા અને શિયાળા ના હવામાન વિભાગના કંટ્રોલરૂમમાં જેમ કામગીરી કરતા હોય તેમ કામગીરી કરે છે દર્દી કે દર્દીઓના સગાઓને સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ, દર્દીઓના સારવારનું અપડેટ મળતું નથી કંટ્રોલ રૂમ પર ફરજ બજાવનાર કર્મચારીઓ પાસે જરૂરી કોઈ વિગતો કે માહિતી હોતી નથી કંટ્રોલરૂમ માત્ર ઔપચારિક બની રહ્યું હોય તેમ કંટ્રોલ રૂમ પર કોઈનો કંટ્રોલ ન હોય તેવી પરિસ્થિતિ વચ્ચે મહામારીની આ સમસ્યા મ ફસાયેલા લોકોને રાહત અપાવી હોય તો વહીવટીતંત્રએ પ્રથમ તો કંટ્રોલ રૂમ નો ઈલાજ કરવાની જરૂર છે ક્ધટ્રોલ રૂમના કર્મચારીઓ પાસે પૂરતી વિગતો અને મદદ માંગનાર ને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.