Abtak Media Google News

ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ઠગાઈની કાર્યવાહી ન કરતા દાદ માંગી’તી

ક્રેડિટ કાર્ડની ઓનલાઇન છેતરપિંડી થયા મામલે મહિલાએ પોલીસ કમિશનરને રજૂઆત કર્યા છતા ફરીયાદ નહિ નોંધતા કોર્ટ દ્વારા પોલીસ કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા અને ગાંધીગ્રામ પી.આઇ.ને રૂબરૂ હાજર નોટિસ કાઢવામાં આવી છે. વિગત અનુસાર આ કામમાં સમિનાબેન અલીઅસગર ભારમલ, (ઉ.વ. ર6, રહે:- ગાંધી સોસાયટી, જામનગર રોડ, રાજકોટ)ને તારીખ:- 25/09/2020ના રોજ કોઇ આર.બી.એલ. બેંકમાંથી ક્રેડિટ કાર્ડ માટે ઓફર આવેલી. જેમાં તેણે બેંક દ્વારા માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ પુરા પાડેલા, બાદમાં ક્રેડિટ કાર્ડ આવી જતા ઉપરોકત બેંકમાંથી બોલું છું,

તેમ કહી હિંદી ભાષી મહિલા દ્વારા અરજદાર પાસેથી ઓ.ટી.પી. નંબર મેળવી અરજદારના બેંકના ક્રેડિટ કાર્ડના ખાતા માંથી રૂા:- 29,984/- અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા હતા. અરજદારને છેતરપિંડી થયાનું જાણમાં આવતા પોલીસ કમિશનરને આ અંગેની લેખીત ફરીયાદ આપી હતી. પરંતુ પોલીસ દ્વારા આજ દીન સુધી કોઇજ કાર્યવાહી નહીં કરતા, પોતાની સાથે થયેલ છેતરપિંડીનો ભોગ કોઇ અન્ય ન બને અને આ પ્રક્રિયા ઝડપથી ન્યાય અપાવા મદદરૂપ બને તે માટે અત્રેની અદાલતમાં આ અંગેના ગુન્હાની એફઆઈઆર નોંધવા તારીખ:- 17/08/2021 ના રોજ અરજ ગુજારેલ હતી. અદાલતે આ અંગે ગાંધીગ્રામ પીઆઇને જરૂરી અહેવાલ સાથે તારીખ: 21/08/ 2021ના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં મહિલા વતી એડવોકેટ દીપેશ કેન પાટડીયા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.