Abtak Media Google News

ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી તસ્કરોએ કરી પાંચ એ.સીની ચોરી

આજીડેમ નજીકનો બનાવ : કુલ રૂ.૫૮ હજારની મતા ચોરી થયાની પોલીસમાં નોંધાતી ફરિયાદ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ચોરીનો વધુ એક વખત ચોરીનો એક બનાવ સામે આવ્યો છે.જેમાં કડકડતી ઠંડીમાં ચોરો એ.સી ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.જેમાં આજીડેમ શિવાય ઈલેક્ટ્રોનિકસ નામના શો – રૂમના તાળા તોડી તસ્કરો રૂ.૫૮ હજારની કિંમતના કુલ પાંચ એસી ચોરી ગયા હતા .બનાવની જાણ થતાં જ પોલીસે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ ઢેબર રોડ પર આવેલ માનસા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રાજનભાઈ વિજયભાઈ ખીરૈયા નામના વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓનું આજી ડેમ નજીક આવેલા શિવધારા પાર્કમાં શિવાય નામનું ઈલેક્ટ્રોનિકસનું શો રૂમ આવેલું છે.જેમાં તેઓ ગઈકાલે પોતાની ઘરે હતા.ત્યારે તેને ત્યાં ન્યુઝ પેપર નાખવા આવે છે તેનો ફોન આવેલ અને મને કહેલ કે તામરી દુકાનનું શટર તૂટેલી હાલતમાં છે

તેમ વાત કરતા હું મારી દુકાને અને દુકાન અંદર જઈ તપાસ કરતા મારી દુકાનમાં માંથી એલ.જી.કંપનીનું આઉટ ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂગ.૨૦,૦૦૦ ગણાય ,એલ.જી કંપનીનું ઈન ડોર એ.સી. ૧ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણાય,બ્લુ સ્ટાર કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણા,ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૮ ટનનું જેની કિંમત અંદાજે રૂ.૮,૦૦૦ ગણાય અને ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂા. ૧૦,૦૦૦ ગણાય તેમ કુલ રૂ.૫૮ હજારની ચોરી થયા હોવાનું જણાતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.