રાજકોટ : મતગણતરી કેન્દ્ર ઉપર કોંગ્રેસની તીસરી આંખ

કોણ આવે છે કોણ જાય તેની ચાપતિ નજર રાખવા કોંગ્રેસે સીસીટીવીથી સજ્જ વાહન તૈનાત કર્યું

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે એવીએમનો મુદ્દો ઉઠાવવાનો શરૂ કરી દીધો છે રાજકોટમાં તો કોંગ્રેસે મત ગણતરી કેન્દ્રની બહાર પોતાની તીસરી આંખ કાર્યરત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇવીએમ સાથે છેડછાડના આક્ષેપો દરેક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા થતા આવ્યા છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં કોંગ્રેસે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મત ગણતરી કેન્દ્રની બહાર પોતાની તીસરી આંખ કાર્યરત કરી છે. અહીં કોંગ્રેસ દ્વારા સીસીટીવીથી સજ્જ વાહન મૂકવામાં આવ્યું છે. જેના દ્વારા કોંગ્રેસ મત ગણતરી કેન્દ્ર પર આવતા જતા લોકો ઉપર અને તેઓ શું કરે છે તેની ઉપર નજર રાખી રહ્યું છે.