Abtak Media Google News

સાંઢીયા પુલ ભારે વાહનોની અવર-જવર બંધ કરાતા એસ.ટી વિભાગીય નિયામકનો પરિપત્ર જાહેર

જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને આગામી ૨૪ કલાકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨.૫ મીટર ઉંચાઈના એંગલ ફીટ કરવામાં આવશે ત્યારબાદ ભારે કોમર્શિયલ વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, એસ.ટી બસ, વોલ્વો બસ તથા ૨.૫ મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓ પરથી અવર-જવર કરવાની રહેશે. આ માટે રાજકોટથી જામનગર, મોરબી રૂટની બસો રૈયા રોડથી ચલાવવા રાજકોટ એસ.ટી વિભાગીય નિયામકે આદેશ કર્યો છે અને તેનો આજથી અમલ કરવામાં આવે તેમ તેઓએ જણાવ્યુ હતું.

વધુમાં નિયામકે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક થી જામનગર રોડ તરફ જવા માટે ઓવર બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રીંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ જઈ શકાશે.માધાપર ચોકડીથી આવતા સંજયનગર ૨૪ મી. મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી ૧૫૦ ફૂટ રીંગ રોડ અને સિટી તરફ જઈ શકાશે.

વિશેષમાં, ભારે વાહનો સિવાયના તમામ ૨ વ્હીલર, ૩ વ્હીલર, ૪ વ્હીલર, છકડો રીક્ષા, ટેમ્પો રીક્ષા વગેરે રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર કરી શકશે.

વૈકલ્પિક રસ્તા

  • સિવિલ હોસ્પિટલ ચોક થી જામનગર રોડ તરફ જવા માટે ઓવર બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રીંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ જઈ શકાશે.
  • માધાપર ચોકડીથી આવતા સંજયનગર ૨૪ મી. મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી ૧૫૦ ફૂટ રીંગ રોડ અને સિટી તરફ જઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.