રાજકોટ: વાહનમાં અનઅધિકૃત લખાણ સામે ટ્રાફિક ઝુંબેશ

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સુચના મુજબ અને ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાહનોમાં નંબર પ્લેટ વગર અને વાહનની નંબર પ્લેટમાં કોઇપણ લખાણ જેવા કે જ્ઞાતિ, ધર્મ અને અન્ય લખાણો વાળા વાહનો વિરુઘ્ધ તથા પોતાના ખાનગી વાહનો પર અનઅધિકૃત રીતે પોલીસ પી. ડો ઇઆર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાણ કરવામાં આવે છે.

તેમજ સરકાર હસ્તકનું વાહન ન હોવા છતા વાહનના આગળ પાછળના ભાગે ગર્વમેન્ટ ઓફ ગુજરાત તેવા વાહનો વિરુઘ્ધ ડ્રાઇવ રાખવામાં આવી હતી. ટ્રાફીક શાખા દ્વારા 91 કેસ કરી રૂ. 38600 દંડ વસુલ કરવામાં આવ્યો છે. પ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. 38 વાહનોમાંથી લખાણો દુર કરવામાં આવ્યું છે. 17 વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા છે મદદનીશ પોલીસ કમિશ્નર વી.આર. મલ્હોત્રાની યાદીમાં જણાવ્યું છે.