Abtak Media Google News

ગંભીર સ્થિતિના દર્દીને રિકવરી આવતા સમરસ હોસ્ટેલમાં દાખલ કરવાની કામગીરી-મેનેજમેન્ટમાં વહીવટીતંત્રના અધિકારીઓની સેવા

રાજકોટ શહેરમાં વધતા જતા કોરોનાના દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિતમાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે ટ્રિટમેન્ટ ઓન વ્હિલ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને બેડની સુવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં 108, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરીયાતની સેવા પુરી પાડવામાં આવે છે.

પાંચ છેલ્લા પાંચ-છ દિવસથી જિલ્લા વહીવટી તંત્રની મદદ અને અનુભવી ડોક્ટરોના માર્ગદર્શન અંતર્ગત મેડિકલ વિભાગ તથા 3 ડેડીકેટેડ ઓફિસરોની ટીમ બનાવવામાં આવી છે. જે કોઈપણ એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દર્દીઓ આવે છે, તેમનું ચેકઅપ કરીને તેમની તબિયત અનુસાર દર્દીને ઈમરજન્સી વોર્ડમાં અથવા દર્દીની તબિયત અનુસાર સમરસ હોસ્ટેલ વ્યક્તિને મોકલીને ઓક્સિજન આપીને જેમનો જીવ બચાવવામાં આવે છે. તેમજ જે દર્દીઓને ખાસ સારવારની જરૂર હોય અને ખાનગી એમ્બ્યુલન્સ, રીક્ષા કે અન્ય કોઈ ખાનગી વાહનમાં આવ્યા હોય તેઓને તેમાં જ ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી સારવાર આપીને મહામુલા માનવજીવનને બચાવવાનો પ્રયાસ રાજકોટની સિવિલ હોસ્પિટલ કરી રહી છે. આ માટે એક મેડિકલ ઓફિસર, એક આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર, 2 નર્સિંગ સ્ટાફ, બે વહીવટીતંત્રના માણસો તથા બે ઓપરેટરની ટીમ મળીને ચોવીસ કલાક સતત ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્રના અન્ય બે લોકોની ટીમ સમરસ ખાતે કાર્યરત છે,જે દર્દીનું સિવિલ હોસ્પિટલ ખાતેથી સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે દર્દીના સહાયક તરીકે કામ કરે છે. તેમજ તેમની વિગતો કંટ્રોલરૂમમાં અપલોડ કરે છે. જેથી દર્દીને કયા માળ પર, ક્યા વોર્ડમાં કયા નંબરના બેડ પર રાખવામાં આવ્યા છે. તેની તમામ વિગતો કંટ્રોલરૂમ મારફતે દર્દીના સંબંધીઓને આપવામાં આવે છે.

દર્દીઓ અને તેના સગા વહાલાઓને ટ્રિટમેન્ટ ઓન વ્હિલનો અભિગમને આવકાર્યો છે-   ડો.કિનલ પટેલ

12154 C

આ પ્રકારની સુચારુ કાર્યપધ્ધતિ અમલીકૃત કરવામાં આવી છે. અસરકારક કાર્યપધ્ધતિના અમલીકૃત તથા દર્દીઓના આવાગમનનું સુચારૂ મેનેજમેન્ટ માટે  ગોંડલના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, સમાજ કલ્યાણ વિભાગ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ તથા કેપ્ટન જયદેવ જોશી ફરજ બજવી રહ્યા છે.

આ તકે મૂળ નવસારીના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે ફરજ બજાવતા ડો.કિનલ પટેલ જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 દિવસથી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ બજાવું છું. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં પંડિત  દીનદયાળ ઉપાધ્યાય ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને લીધે દાખલ તથા દર્દીઓને એમ્બ્યુલન્સ ખાનગી વાહનમાં જ ઓક્સિજન તથા અન્ય તાકીદની સારવાર, તપાસ અને રાહત થાય તે માટેની કામગીરી સોંપવામાં આવી છે. અમારી ટીમ દ્વારા દર્દીને દાખલ થતા પૂર્વે પ્રાથમિક સારવાર આપવાની સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સારવાર મેળવવાનો વારો આવે તે પહેલા જ જરૂરી સારવાર આપીને મહામૂલુ માનવ જીવન બચાવી શકાય. દર્દીઓ અને તેના સગા વહાલાઓને ટ્રિટમેન્ટ ઓન વ્હિલનો અભિગમને આવકાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.