Abtak Media Google News

હાઇકોર્ટ અને બાર કાઉન્સિલર ઓફ ગુજરાતને કરેલી રજુઆત બાદ નિર્ણય ન લેવા તો સર્વાનુમતે કર્યો ઠરાવ

રાજકોટની અદાલતમાં કાર્યવાહી દરમિયાન વકીલો ન્યાયથી સાથે ગેરવર્તન કરે તે અનુસંધાને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પરત ખેંચવા બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પરિપત્ર પરત ખેંચવામાં આવતા બારસદ દ્વારા આગામી 11મી ડિસેમ્બરના રોજ યોજાનારી લોક અદાલત નો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ઉત્તર મુજબ રાજકોટ બાર એશોસીએશન બાર એશોસીએશન દવારા તારીખ 11/12/2021 ની લોક અદાલતનો બહિષ્કાર રાજકોટ બાર એશોસીએશન દવારા રાજકોટ જીલ્લાના ડીસ્ટ્રીકટ જજ આદેશના તારીખ 18/10/2021 ના પરીપત્ર નંબર બી/786 2020-21ના વિરોધ માટે તારીખ-31/10/2021 ના રોજ મળેલ મીટીંગના ઠરાવના અનુસંધાને  હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ,ચેરમેન  બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને રાજકોટ જીલ્લાના યુનિટ જજ  વગેરે ને તારીખ 1/11/2021 ના રોજ રાજકોટ બાર એશોસીએશન દવારા રીપ્રેઝન્ટેશન મોકલવામાં આવેલું પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય જેથી રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટી દવારા તારીખ 2/12 /2021 તથા તારીખ-6/12/2021 ની મીટીંગમા રાજકોટ જીલ્લામા આગામી લોક અદાલત તારીખ-11/12/2021 ના રોજ જે લોક અદાલત છે.

રાજકોટ બાર એશોસીએશનના તમામ સભ્યો દવારા લોક અદાલત થી અલીપ્ત રહેવાનુ ઠરાવ કરવામા આવે છે અને રાજકોટ બાર એશોસીએશનના તમામ સભ્યોને અનુરોધ કરવામા આવે છે તેવુ સર્વાનુમતે ઠરાવવામા આવે છે. આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ વિ. રાજાણી, ઉપ પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા સેક્રેટરી ર્ડો. જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી કેતનભાઈ દવે, ટ્રેઝરર રક્ષીતભાઈ કલોલા લાયબેરી સેક્રેટરી  સંદીપભાઈ વેકરીયા અને  કારોબારી સભ્ય  અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા , પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા,મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની,રેખાબેન તુવાર દવારા સર્મથન આપવામા આવેલ છે.

શું હતો ડિસ્ટ્રીકટ જજનો પરિપત્ર, ન્યાયિક પ્રક્રિયામાં ગેરવર્તન કરનાર વકિલની પ્રોસીર્ડીંગ્સમાં નોંધ કરવી

રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં ચાલતી કાર્યવાહી દરમ્યાન કોઈપણ વકિલ દવારા ન્યાયાધિકારી સામે ગેરવર્તણૂંક કરવામાં આવે કે કોઈપણ વકિલ ઉંચા અવાજે બોલે તેમજ અદાલતની ગરીના નહીં જળવાઈ તેવું વર્તન કરે, તો તે અંગેની નોંધ જે-તે ન્યાયાધિકારીએ ચાલુ કેસના પ્રોસીડીંગ્સમાં કરવી તેમજ તે સઘળી હકીકતની જાણ રીપોર્ટ તે પ્રોસીડીંગ્સની નકલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશને મોકલવી  જેથી જે બાબતની ગંભીરતા ધ્યાને લઈ આગળની યોગ્ય કાર્યવાહી થઈ શકે. જો કોઈ સંજોગોમાં કોઈપણ વકિલથી ચાલુ કેસ સિવાયના કામોમાં ગેરવર્તન કરે તો, તે અંગેની જાણનો રીપોર્ટ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ યુ.ટી. દેસાઈને મોકલવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.