Abtak Media Google News

સળગતી સિગરેટ સાથે પંપ પર ઘસી આવેલા શખસોએ છરી બતાવી ફિલરમેનને ધમકી આપી

શહેરમાં ખાખિનો ખોફ ઓસર્યો હોઈ તેમ અસામાજિક તત્વો દ્વારા પોતાનો રૌફ બતાવી ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક તેવો જ ઍક બનાવ સામે આવ્યો છે જેમાં દૂધસાગર રોડ નજીક આવેલ પેટ્રોલપંપ પર બે લુખ્ખાઓએ છરી સાથે આતંક મચાવ્યો હતો અને સળગતી સિગરેટ સાથે પંપ પર ઘસી ફીલર મેનને ધમકી આપી હતી.જેથી પોલીસ ફરિયાદ થતા પોલીસે બંનેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

બનાવની વિગતો મુજબ તહેવારોના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોતાનો રૌફ બતાવવા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે જેમાં હમણાં જ રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક મચાવતો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો જેમાં બે યુવકોએ પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી હતી જેમાં પેટ્રોલ પંપના હાજર કર્મીઓએ વિરોધ કરતાં તેઓને છરી બતાવી દાદાગીરી શરૂ કરી હતી.કર્મચારી ગાડીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો છે તો બીજી તરફ એક શખસ સિગરેટ સળગાવી પોતાની જાત સાથે અનેક લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા હોઈ તેવું સામે આવ્યું છે.

આ ઘટના બાદ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડીયા સુમરા નામના બે વ્યક્તિઓ સામે પેટ્રોલપંપના સંચાલક યાસીનભાઈ અહમદભાઈ ગાંજા નામના વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં થોરાળા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર બંને વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.