Abtak Media Google News

‘તમે અમારા ગાડીના કાચ તોડયા છે’ કહી ત્રણથી ચાર શખ્સોએ બાળકો પર લાકડી વડે હુમલો કર્યો

શહેરમાં વડીલો અને યુવાનો વચ્ચે ઝઘડાઓ થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ રૈયાધારમાં સોપાન હાઇટ્સ પાસે ત્રણથી ચાર શખ્સોએ ગાડીના કાચ તોડયાની શંકાએ બે બાળકોને બેફામ માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયાધાર વિસ્તારમાં સોપાન હાઈટ્સ પાસે રહેતા દેવાંગ અમૃતભાઈ પારઘી (ઉ.વ.૧૦) અને કાતેશ રમેશભાઈ ભાંભી (ઉ.વ.૧૧) પર બાજુમાં આવેલા સોપનમાં રહેતા ત્રણથી ચાર શખ્સોએ ગાડીના કાચ તોડયાની શંકાએ બેફામ માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી વધુ વિગત મુજબ કાતેશ ભાંભિ અને દેવાંગ પારધી બંને સોસાયટી પાસે રમેતા હતા ત્યારે બાજુના સોપાન હાઇટ્સમાંથી ત્રણથી ચાર શખ્સોએ લાકડીથી માર મારતા બંને માસુમ બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે એક અજાણ્યો શખ્સ હાથમાં લાકડી લઈને આવી રોફ જમાવવા લાગ્યો હતો અને બાળકોને માર મારી પોતે કોઈ મોટી તોપ હોય તેમ બોલાચાલી કરી હતી. કેતાશ ધોરણ ૫માં અભ્યાસ કરે છે અને તેના પિતા કડિયા કામ કરી પરિવારજનું ગુજરાન ચલાવે છે જ્યારે દેવાંગ ધોરણ -૪માં અભ્યાસ કરે છે અને તેના પિતા હયાત ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.