Abtak Media Google News

જીરાના સવા કરોડની ઉઘરાણીના મામલે ભાવનગરના બે વેપારીની અમદાવાદથી કારમાં અપહરણ કર્યુ

જામનગર અને પડધરીના નામચીન શખ્સોએ આચાર્યુ કૃત્યુ

આજી ડેમ પોલીસ મથકના સ્ટાફની ‘બાજ નજરે’ બે વેપારીઓઓના જીવ બચાવી ગુનાનો ભેદ ઉકેલયો

શહેરના ભાવનગર રોડ પર આવેલી આર.કે. યુનિ. નજીક ચાલુ કારે આધેડને ઠેકડો મારતા જોઇ આજી ડેમ પોલીસ મથકની પી.સી.આર. વાનના સ્ટાફે સમય સુચકતા વાપરી ભોગ બનનારની પુછપરછમાં કારમાં અન્ય એક વેપારીનું અપહરણ થયું હોવાનું જણાવતા પોલીસે તાત્કાલીક નાકાબંધી કરી કારનો પીછો કરી ફિલ્મી ઢબે મહિકા ગામ નજીકથી કારને આંતરી અન્ય એક અપકૃત વેપારીને મુકત કરાવી સુત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસ જીરાની સવા કરોડ ઉઘરાણીમાં બે વેપારીનું અમદાવાદથી અપહરણ કબુલાત આપી છે.

આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરાત્રે આજી ડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગ પર હતી ત્યારે પીસીઆર ઇન્ચાર્જ રાજેશભાઇ જલુને ભાવનગર રોડ મહીકાના પાટીયા પો અરટીકા ગાડીમાંથી એક વ્યકિત ગભરાઇએલ હાલતમાં કુદતા દેખાતા તાત્કાલીક પોલીસે કુદી પડેલા વ્યકિતની પુછપરછ કરતા પોતે ભરતભાઇ આંબાલાલ પટેલ ઉજા વાળો અને અરટીકાના ડ્રાઇવર અને તેની ટોળકીએ પોતાનું અને પોતાના ભાગીદાર પાર્થ પટેલનું અમદાવાદથી અપહરણ કર્યાનું અને હજુ મોટરમાં પાર્થ પટેલ હોવાનું જણાવતા પીસીઆર ઇન્ચાર્જ રાજેશભાઇ જલુએ તાત્કાલીક પોલીસ કંટ્રોલ અને કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર સૈયદ ખુરશી નાયબ પો.ક. ઝોન-ર મનોહરસિંહ, મદદનીશ પો.ક. એચ.એલ. રાઠોડને જાણ કરી હતી. અને પી.આઇ. વી.જે. ચાવડા, પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.એસ.આઇ. જી.એન. વાઘેલાને મહીકા ગામનાં પાટીયા તરફ જવા સુચના અને નાકાબંધીના આદેશો મળતા જ થોરાળા પી.આઇ. પી.એમ. કાતરીયાએ અરટીકા કારને રોકી ડ્રાઇવીંગ કરતા ઇસમની પુછપરછ કરતા ડ્રાઇવરે પોતાની ઓળખ જાવેદ અલ્લારખા ખીરા (ઉ.વ.3પ) (જામનગરનું) હોવાનું જણાવ્યું પોલીસે પાછળ બેઠેલા અને ગભરાયેલા વ્યકિતની ઓળખ માંગતા તે ભરતભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું અને ર1 ડિસેમ્બરે અમદાવાદથી બળજબરી પૂર્વક અરટીકામાં અપહરણ થયાનું જણાવ્યું હતું.

રાજકોટ પોલીસે તાત્કાલીક સરખેજ પોલીસનો સંપર્ક કરતા આ બનાવમાં આરોપી પ્રભુલાલ હિરજી ભેંસદરીયા અને ટુંકા નામે જાવેદ વિરુઘ્ધ અપહરણનો ગુનો નોંધાયું હોવાનું જણાવ્યું હતું. રાજકોટ પોલીસના હાથે પકડાયેલ આરોપી જાવેદની પુછતાછ કરતાં ગુનો કબુલી અન્ય આરોપી તરીકે નદીમ અનવણ સુમરા (પડધરી) ભાવનગરથી ગાડી નંબર જીજે 10 સીએન 7499 લઇને રાજકોટ તરફ આવતાં હોવાનું જણાવતાં તાત્કાલીક પી.આ. વિ.જી. ચાવડાએ સરવેલન્સી પી.એસઆઇ એમ.ડી. વાળાને વાકેફ કરતાં વોચ ગોઠવવામાં આવી ફેટા કાર મળી આવતા ચાલકની પુછતાછ કરતા તે નદીમ ગઢકાઇ હોવાનું કબુલયું હતું. પોલીસ ભોગ બનનારની પુછપરછ કરતા ત્રણ મહીના પહેલા જીરાના હિસાબની માથાકુટમાં પોતાનું અપહરણ થયાનું જણાવ્યું હતું.

પોલીસે જામનગરનાં જાવેદ ખીરા અને પડધરીના મોવયાનો નદીમ સુમરાની ધરપકડ કરી બે કાર અને મોબાઇલ કબ્જે કર્યા છે. અને આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

આમ રાજકોટ પોલીસની સતર્કતાથી હિસ્ટ્રી સીટરની ટોળકીએ અપહરણ કરનાર બે વેપારીઓને મુકત કરાયો છે. અમદાવાદ પોલીસ દ્વારા બન્ને અપહરણકારો સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરીછે.

કામગીરી કરનારકોન્સ્ટેબલ રાજેશભાઇનું સન્માન

Screenshot 17

કામગીરી કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર એચ.સી. રાજેશભાઇ જળુ નોકરી આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરનાઓની પ્રશંસનિય કામગીરીની નોંધ લઇ મહે.પો.કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે. તથા તેઓની માનસિક સજાગતા તથા ત્વરીત નિર્ણયશક્તિના ગુણને પારખી તેઓને ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની શાખામાં નિમણૂંક આપવા માટે પ્રસ્તાવ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.