રાજકોટ: જંગલેશ્વરના બે શખ્સો હેરોઇન સાથે ગોંડલમાં ઝડપાયા

હેરોઇન, બાઇક, રોકડ અને મોબાઇલ મળી રૂ.1.15 લાખનો મુદામાલ એસઓજીએ કબ્જે કર્યો

ગોંડલના ઉદ્યોગભારતી ચોક પાસેથી એક લાખની કિંમતના હેરોઇન સાથે રાજકોટના બે શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી રૂા.1.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વિસાવદર પંથકના વતની અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના અસરફ સતાર સોલંકી અને પોપટપરા વિસ્તારના કૃષ્ણપરાના જુમા બાબુ લંઘા નામના શખ્સો ગોંડલમાં હેરોઇનની ડીલીવરી કરવા આવ્યાની બાતમીના આધારે રૂરલ એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા અને એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોંડલના ઉદ્યોગ ભારતી ચોક પાસેથી ઝડપી લીધા છે.

અસરફ સોલંકી અને જુમા લંઘા પાસેથી રૂા.1 લાખની કિંમતનું દસ ગ્રામ અને 600 મીલીગ્રામ હેરોઇન મળી આવતા બંનેની એનડીપીએસ હેઠળ ધરપકડ કરી તેની પાસેથી બાઇક, મોબાઇલ અને રોકડ મળી રૂા.1.15 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સો હેરોઇન કયાંથી લાવ્યા અને કોને આપવા આવ્યા હતા તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.