Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર સમય ટ્રેડીંગ પેઢી અને આશીષ ક્રેડીટ સોસાયટી શરુ કરી જુદી જુદી સ્કીમો હેઠળ નાના રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવવાના ગુનામાં નાસતા ફરતા એજન્ટની ધરપકડ કરી રીમાન્ડ પર મેળવ્યા બાદ એજન્ટને આશરો આપી તેની સ્થાવર અને જંગમ મિલ્કત પોતાના નામે કરી લેનાર કાકા-ભત્રીજાની પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ 1પ0 ફુટ રીગ રોડ પર સમય ટ્રેડીંગ પેઢી અને આશીષ ક્રેડીટ સોસાયટી શરુ કરી ભાગીદારો દ્વારા એજન્ટોની મદદથી લોભામલી સ્કીમ જાહેર કરી સફાઇ કર્મચારી સહીતના નાના રોકાણકારોને વિશ્ર્વસામાં લઇ ફસાવી શેર બજાર અને અલગ અલગ સ્ક્રીમોમાં પૈસાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવવામાં આવ્યું હતું.

આ ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો એજન્ટ દિપક રાધવજી કોટડીયા (ઉ.વ.59) રે. નંદ વિહાર ટાવર સાધુવાસવાણી રોડ વાળાની પોલીસે ધરપકડ તા. 11-10-21 સુધી રીમાન્ડ પર મેળવ્યો હતો.

આરોપી એજન્ટની પુછપરછમાં તેને ભાગવામાં કાકા-ભત્રીજાએ મદદ કરી જુદા જુદા સ્થળે આશરો અપાવ્યો હતો અને જુદી જુદી સ્કીમ હેઠળ મેળવેલા નાણામાંથી ખરીદ કરેલી સ્થાવર અને જંગમ મિલ્કત પોલીસ કબજે કરી લેશે તેમ જણાવી કાકા-ભત્રીજાએ પોતાના ાામે મિલ્કતો લખાવી લીધી હતી.

એજન્ટને આશરો આપી મિલકત લખાવી લેનાર નાનામવા રોડ તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ ચીમનભાઇ બેરા (ઉ.વ.4ર) અને તેના કાકા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ પરસોતમ બેરા (ઉ.વ.61) રે સાંકેત એપાર્ટમેન્ટ મવડી પોલીસ હેડ કવાર્ટર વાળાઓની ધરપકડ કરી એજન્ટ પાસેથી પડાવી  લીધેલી સ્થાવર અને જંગમ મિલ્કત કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એચ.ચાવડા, પી.એસ.આઇ. એ.બી. જાડેજા, એ.બી.વોરા, રાજેશ મિયાત્રા, હરપાલસિૃંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, સહદેવસિંહ સહીતના સ્ટાફે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.