Abtak Media Google News

સદરમાં આવેલી હોટલ પાર્ક ઇનમાં ઘણા સમયથી ચાલી રહેલ સેકસ રેકેટનો પર્દાફાશ થયો હતો અને મળેલ તરૂણીને હોટેલમાં રાખી તેની પર અવાર નવાર દુષ્કર્મ ગુજારયાનું બહાર આવતા યુ.પી.ના અલીગઢના શખ્સ સંતોષ હરીસિંહ કુશવાહાની અંતે પોલીસે ધરપકડ કરી  છે.

સમગ્ર મામલામાં ભોગ બનનાર તરૂણીને ઘણા સમયથી હોટલ પાર્ક ઇનમાં ગોંધી રખાયાની ફરીયાદ મળતાં મુંબઇની એનજીઓ રાજકોટ આવી સ્થાનીક પોલીસને જાણ કરી હોટલમાં દરોડા પાડી તેમાં ભોગ બનનાર તરુણી મળી આવી હતી.અને સાથે જ હોટલમાં ચાલતા સેકસ રેકેટનો પણ ભાંડો ફુટયો હતો. જે અંગે પોલીસ દ્વારા હોટેલ મેનેજર અને માલીકને દલાલ વિરુઘ્ધ ગુનો નોંધી ધરપક કરી હતી તરુણીની મહીલા પોલીસપુછપરછ કરી હતી પુછપરછમાં પોલીસને પુરતી માહીતી મળી ન હતી જયારે ઉડી તપાસ કરતાં ભોગ બનનાર તરુણી ઉપર આરોપી સંતોષ દ્વારા વારંવાર હોટલમાં દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું છે.

ભોગ બનનાર તરૂણીની માતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ત્રણેક માસ પહેલા તે બે પુત્રીઓ સાથે પુત્ર રાજકોટ રકામ કરતો હોવાથી તેની પાસે આવી હતી. ત્યારે પુત્ર પાસે તેને રાખવા માટે જગ્યા ન મળતા તેને પોતાનાં વતનના આરોપી સંતોષ જે કોઠારીયા વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્કમાં રહે છે તેને વાત કરતાં તેેણે પોતાના કારખાનામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. થોડા દિવસો બાદ આરોપી સંતોષ તેની પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને પુત્રીને રીક્ષા મારફત હોટલ પાર્ક ઇનમાં મોકલી દીધી હતી જયાં તેને હવસનો શિકાર બનાવી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ મહીલા પોલીસમાં નોંધાતા સંતોષ વિરુઘ્ધ અપહરણ રેપ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.