Abtak Media Google News

ઉચ્ચ અધિકારી સાથે પણ ગેરવર્તુણક કરનાર સફાઈ કામદારને પાણીચું

કોર્પોરેશન દ્વારા બે સફાઈ કામદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. 18/બ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા   જિતેશભાઈ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ ખાતેથી ઉપયોગી સામાનની ચોરી કર્યા હોવાનું ધ્યાને આવવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં  આપી હતી. તેઓ  નિયત સમયમાં જવાબ રજુ કરવામાં ન આવતા તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં  આવ્યા છે.

આ ઉપરાંત શાખાના વોર્ડ નં. 6/ક માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા   સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી.  જે સબબ તેઓ  નિયત સમયમાં જવાબ રજુ કરવામાં  આવ્યો ન  હોય,   સરકારી કર્મચારીને ન શોભે તેવું તેમજ તેમના સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝગડો કરી ગેરવર્તૂણક કરવા બદલ તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસપેન્ડ કરવામાં  આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.