Abtak Media Google News

ઓટીઝમ,ડીસ્લેકીયા, કાઉનસ સીન્ડ્રોમ આ બધી બીમારીના નામ આપણે સાંભળ્યા જ હોય છે. ખાસ તો કોઈ મૂવીમાં આવા બાળકોને આ બીમરીનો સામનો કરતા જોયા હશે ! પણ જયારે સામે હોય છે.

ત્યારે નજર અંદાજ ન કરીએ અને જનરલ ડાયાગ્નોસીસ કરાવું જોઈએ. ઓટીઝમમાં બાળકમાં અયોગ્ય સામાજીક ક્રિયાપ્રતિક્રિયા, નબળા સંપર્ક, અનિવાર્ય વર્તન, સ્વ. નુકશાન અને આવા ઘણા બધા લક્ષણો છે.ત્યારે અબતકની આ ખાસ વાત-ચીતમાં ચાલો જાણીએ કે આનો ઈલાજ શું છે. અને આવા બાળકનાં માતા પિતાની દ્રષ્ટી શું છે.

3C1

ઓટીઝમ કોઈ ડીસેબીલીટી નથી પરંતુ પોતાનામા જ એક એબીલીટી છે: સ્પેશ્યાલીસ્ટ નિષ્ઠા શાહ

1C સ્પેશ્યલીસ્ટ ઈંટરવેન્શન સેન્ટર એવા ‘બ્રેઈનટીસમ’ કે જેને 2 વષ પૂર્ણ થઈ ચૂકયા છે. ત્યારે ત્યાંના ફાઉન્ડર અને ડીરેકટર નિષ્ઠા શાહ અબતકની ખાસ વાતચીતમાં ઓટીઝમ પર પ્રકાશ પાડતા કહે છે કે ઓટીઝમ કાંઈ ડીસેબીલીટી નથી પણ એ એબીલીટી જ છે, જે બાળકોને ઓટીઝમ હોય છે.તેઓનાની વિગતો ખૂબ ધ્યાનમાં રાખે છે. બ્રેઈનટીસમ બાળકો સાથે વિકાસના તમામ પાસાઓને ખાસ કરીને મલ્યીસેન્સરી અભીગમના ઉપયોગ કરીને કામ કરવામા આવે છે. કારણ કે એ તેમને વધુ સારી રીતના શિખવા અને તેમાહિતીને જાળવી રાખવામાં સક્ષમ કરશે સાથે તેઓ ‘પ્લેથેરાપી’ પણ પ્રદાન કરે છે.કારણ કે તે બાળકને થેરાપીમાં પૂરી રીતના સામેલ કરે છે.અને એમને એવું લાગતુ પણ નથી કે તેઓ ને કઈ બીમારી છે.

અમારા માટે ખુશીની વાત ત્યારે હોય છે જયારે અમારૂ બાળક કોઈને અચકાયા વગર ‘હેલ્લો’ કહી શકે છે: આશીષ પાટીલ

11 3

રીશાન પાટીલ જે ઓટીઝમ સ્પેકટ્રમ થયો હોય એ બાળકોમાંથી એક છે ત્યારે એમના પિતા આશીષ પાટીલ અબતક સાથે ખાસ વાતચીત કરતા જણાવે છે કે નાનપણમાં રીશાનના મમ્મીને એના વર્તન પરથી લાગ્યું કે કંઈક બરાબર નથી ત્યારે એટલું બધુ ધ્યાન ના દોર્યું પણ આગળ જતા જયારે રીશાનનું ‘રીપીટેટીવ બીહેવીયર’ જોયું ત્યારે જનરલ ડાયાગ્નોસીસ કરાવ્યું અને ત્યારે ખબર પડી કે અમારા બાળકને તો ઓટીઝમસ્પેકટ્રમ છે.સમય પસાર થતા પરિવારજનોમાં એકર્સપ્ટન્સ જોવા મળ્યું ! કોઈ બાળકના માતા-પિતા માટે ગર્વ અને ખુશીની વાત કદાચ ત્યારે હશે જયારે તેમનું બાળક કલાસમાં પ્રથમ આવે છે. પણ અમારા માટે ખુશીની વાત ત્યારે હોય છે જયારે અમારૂ બાળક કોઈને અચકાયા વગર ‘હેલ્લો’ કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.