રાજકોટ : એમ્બ્યુલેન્સ સ્ટાફ જ ખરો વોરિયર શા માટે??

રસ્તા પર અકસ્માત હોય, આગ લાગી હોય કે પછી કોઈ પણ આપતકાલીન ઘડી હોય લોકોની મદદ કરવા માટે એમ્બ્યુલન્સ હંમેશા તૈયાર જ હોય છે. ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવર કે એમ્બ્યુલન્સમાં સાથે રહેતો મેડિકલનો સ્ટાફ હમેંશા લોકોની મદદે આવવા તૈયાર હોય છે. રાજ્ય ભરમાં સરકારની108 સેવા હમેંશા લોકોની મદદ માટે તૈયાર હોયજ છે સાથે સાથે ખાનગી એમ્બ્યુલસ પણ લોકોની મદદ કરવા તૈયાર હોય છે. દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી દર્દીનો જીવ બચાવવાનું કામ કરે છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવર અનેં તેમની સાથે રહેલ નર્સિંગ સ્ટાફ દર્દીને ઘટના સ્થળથી લઈ હોસ્પિટલ સુધી પહોંચાડતી વખત પોતાના મનમાં એકજ વિચાર ચાલતો હોય છેકે કેવીરીતે ઝડપથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.

કલભી… આજભી… કલભી…

અહર્નિસ સેવામાં રહેલા સાચા વોરિયર્સ  એવા એમ્બ્યુલન્સ સ્ટાફને સલામ…

સામાજીક માનસિક, આર્થિક સ્થિતિને બાજુએ મૂકી દર્દીને  સારવાર આપવા તત્પર રહેતો એમ્બ્યુલન્સ પરિવાર

કોરોનાની બીજી લહેરે દેશ ભરમાં હાહાકાર મચાવ્યો હતો. રાજ્ય ભરમાં હોસ્પિટલમાં જગ્યા હતી નહીં. લોકો કોરોના દર્દીઓને નજીક આવતા પણ ડરતા હતા. તેવા સમયે 108ના પાઇલોટ તેમજ ખાનગી એમ્બ્યુલન્સનો સ્ટાફ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. કોરોના દર્દીનાના દર્દી હોયકે કોઈ બીજી બીમારીનો ઇમરજન્સી કેસ હોય એમ્બ્યુલસમાં લઇ જતી વખતે ઘણી વખત દર્દીનો પરિવાર ગભરાઈ ગયો હોય છે. તો તેવા સમયે એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીના પરિવારને કાઉન્સિલિંગ પણ કરે છે. અને તેમની હિંમત બને છે.

કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો હાઉસ ફૂલ થઈ ગઈ હતી. એવા સમયે એમ્બ્યુલન્સ સેવા ઉપર સતત દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે ફોન આવતા હતા. સરકારી 108 હોય કે પછી ખાનગી એમ્બ્યુલન્સ સેવા હોય કોરોના મહામારીને કારણે એમ્બ્યુલન્સનો સ્ટાફ સતત કાર્ય શીલ રહ્યો છે. પોતાની કે તેમના પરિવારની ચિંતા કર્યા વગર અન્યના પરિવારને બચાવવા દોડ્યો હતો. ઘણા શહેરોમાં એવા પણ કોસ્સા બન્યા છેકે એમ્બ્યુલન્સના પાઈલોટકે નારસિંગ સ્ટાફના પરિવારના સદસ્યને કોરોના આવ્યો હોય છતાં પણ તે તેમની સેવા કરવાનું છોડીને અન્યલોકોના જીવ બચાવવા મથ્યા છે.

ઘણા પાઇલોટ કોરોના સંક્રમિત થયા છે તો એ લોકો જેવા રિકવર થયા એ સાથે જ પોતાની ડ્યુટી પર હાજર થઈ ચૂક્યા છે. ઘણી જગ્યાએ એવા પણ કિસ્સા બન્યા છેકે એમ્બ્યુલન્સના સ્ટાફના કોઇ પરિવાર જન મૃત્યુ પામ્યા હોય તો સમય સર તેમની અંતિમ વિધીમા પણ પહોંચી શક્યા નથી. એમ્બ્યુલન્સ જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જતી હોય ત્યારે તેમાં રહેલા તમામ સ્ટાફ એકજ વિચારથી કામ કરતો હિય છેકે આ દર્દી મારોજ સાગો છે.

મારાજ પરિવારનો સભ્ય છે. તેમ વિચારીને દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા મહેનત કરતો હોય છે.  જ્યાં સુધી દર્દી હોસ્પિટલ ન પહોચે ત્યાં સુધી એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીને જ પોતાનો પરિવાર માનીને તેમને સારવાર આપે છે. કોરોના કાળમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી.

તેવા સમયે ઘણા લોકો સરકારી એમ્બ્યુલન્સ હોય કે ખાનગી એમ્બ્યુલન્સ તેમના સ્ટાફ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. પરંતુ એમ્બ્યુલન્સ સ્ટાફે મનમાં કોઈ નકારાત્મકતા વગર દર્દીની સેવા કરી છે. એમ્બ્યુલન્સનો સ્ટાફ કોઈ નાત જાત કે ગમો અણગમો રાખ્યા વગર દર્દીને સારવાર આપી છે. સામાન્ય દિવસ હોય કે કોરોના કાળ હોય એમ્બ્યુલન્સનો સ્ટાફ હંમેશા દર્દીને બચવવા તત્પર બનતો હોય છે. ઘણા કિસ્સામાં એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીનો જીવ બચાવી પસરિવારના માટે ભગવાનનું રુપ બની જતો હોય છે.

મેડીકલ સારવારની સાથેસાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીના પરિવારનું કાઉન્સીલીંગ પણ કરે છે: મીલન પટેલ (પ્રોગ્રામ મેનેજર 108)

108 ઇમરજન્સી સર્વિસના પ્રોગ્રામ મેનેજરે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે. 108 એમ્બ્યુલન્સની અંદર એક પેરામેડીકલ સ્ટાફ હોય છે અને એક ડ્રાયવર હોય છે જેને પાઇલોટ કહેવાય છે. કેસ જ્યારે કોઈ ઇમરજન્સી કેસ માટે ફોન આવે તો કેસ વિશે માહિતી મેળવી માનસિક તૈયાર થઈને જતા હોય છે. ખાસ કરીને કોવિડની જો વાત કરવામાં આવે તો કોવિડ કેસ હોય તો પહેલા પીપીઈ કીટ પહેરી અને માનસિક રીતે તૈયાર થઈને જતા હોય છેકે કોરોના દર્દીને  ટ્રીટમેન્ટ આપવાની થશે. 108ની ટીમને એવી ઓન સ્થિતિ આવતી હોય છેકે દર્દી કરતા દર્દીના સગાને વધારે ડર હોય અને ગભરાયેલા હોય છે. ત્યારે આવા સમયે ટિમ તે લોકોનું કાઉન્સિલિંગ કરી માનસિક રીતે પણ તેમને મજબૂત કરતા હોય છે.

કોરોનાના સમયમાં ટિમ 108એ ખુબજ સરાહનીય કામ કારેલ છે. જેમાં દર્દીઓને સાંભળવાની સાથે સાથે તેમના પરિવારને પણ માનસિક રીતે સાંભળ્યા છે. એમ્બ્યુલન્સનુ કામ દર્દીને ઘટના સ્થળેથી હોસ્પિટલ સુધી લઈ જવાની કામગીરી કરતા હોય છે. ત્યારે કોઈ દર્દીનું રસ્તામાંજ મૃત્યુ થતું હોય તેવા સમયે તેમના પરિવર જનોને સંભાળવા અતિ આવશ્યક અને અઘરું હોય છે. પરંતું અમારી ટિમ તેમનેને પણ ટેકલ કરી લેતા હોય છે.

કોરોનાની સ્થિતિમાં મારે એટલેકે સુપરવાઇઝર જેટલા પણ હતા. તે તમામની માનસિક સ્થિતિ એવી હતી કે તમને પણ ડર હતો કે કદાચ અમે પણ કોરોના થશે તો? આવા સમયે અમારી કામ એ લોકોને મોટીવેટ કરવાનું કામ હતું. અને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્સાહ પૂર્વક કામગિરી અમારી ટીમે કરી છે. ઘણો સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો. ત્યારે કોરોના સંક્રમિત સ્ટાફ નોકરી પર ઝડપથી આવી જવા ઉત્સાહિત હતો. રાજકોટ પહેલ બીજા ઘણા જિલ્લાઓમાં કામ કર્યા છે.

પરંતુ રાજકોટમાં મારી પોસ્ટિંગ થઈ અને થોડા જ સમયમાં કોવિડની મહામારી આવી અહીંના સ્ટાફના સંયોર્કમાં આવ્યો પછી મેં જોયું કે સ્ટાફના તમામ લોકોની કાઉન્સિલિંગ સ્કિલ ખૂબ સારી છે. અને દરેકનું કામ સરાહનીય છે. કોરોના મહામારીમાં બધા ડરેલા હતા ત્યારે અમારા પરિવરોમાં પણ ડર જોવા મળ્યો હતો. પરંતુ અમે લોકોએ તેમને સમજાવી અને અમે પણ જરૂરી પ્રિકોસન રાખીને ઘરે જતા હતા.

પરિવારના સભ્યને હોસ્પિટલ લઈ જતા હોય તેમ દર્દીને હોસ્પિટલ સુધી પહોચાડીએ છીએ: ભાવેશ  પટેલ (પાટીદાર એમ્બ્યુલન્સ)

પાટીદાર એમ્બ્યુલન્સ સર્વિસના માલિક ભાવેશ પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યુ હતું. કે… અમે ઘણા વર્ષોથી એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવીએ છીએ જેમાં અનેક પ્રકરના કેસો આવતા હોય છે કોરોનાની મહામારી આવી ત્યારે અમે પણ ડર્યા વગર અમારી સેવા શરૂ રાખી હતી. ઘણા કેસો એવા પણ બન્યા છે કે દર્દીનુ મોત એમ્બ્યુલન્સ માજ થઈ જતું હોય છે તો તેવા સમયે ડર્યા બગર અને હિમ્મત રાખીને અમારૂ કામ કરતા હકીએ છીએ. જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જતા હોય ત્યારે એ દર્દી અમારું સગું જ છે એમ વિચારીને હોસ્પિટલ લઈ જતા હોઈએ છીએ. કરોનાની બીજી લહેરમાં સતત એક મહીનો અમારું ઘર ભૂલીને દર્દીને બચાવવા માટે લાગી ગયા હતા. મારા કાર્ય કાળમાં ઘણા સારા, ખરાબ બધી પ્રકારના અનુભવો થતા હોય છે.

છતાં એ કઈ વિચાર્યા વગર પૈસાની પણ લાલચ વગર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે. મારી સાથે થોડા સમય પહેલા જ કિસ્સો બન્યો હતો કે હું સુરત એક દર્દીને મુકવા માટે જઈ  રહ્યો હતો ત્યારે રસ્તામા મારી એમ્બ્યુલન્સને અકસ્માત થયો હતો. જેમાં મને માથાના ભાગે ઇજા પહોંચી હતી. છતાં તાત્કાલિક 5 મિનિટમાં અન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દર્દીને સુરત પહોચાડ્યું હતું. બાદમાં મેં મારી સારવાર કરાવી હતી.  જ્યારે કોઈ વ્યક્તિને સમય સર હોસ્પિટલ પહોંચાડી છી ત્યારે તેમના પરિવાર જનો અમારો આભાર માનતા હોય છે ત્યારે અમને ખુશી થાય છે. સાથેજ એમ લાગે છેકે અમારું પણ કોઇ છે.

નર્સિંગ સ્ટાફ તરીકે  દર્દીને સારવારની સાથેસાથે પરિવારનું કાઉન્સિલીંગ પણ કર્યું છે: કલ્પેશભાઈ (નર્સિગ સ્ટાફ)

એમ્બ્યુલન્સમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે.. એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટ સુધી પહોંચાડવાના હોય છે જેમાં ઘણી વખત દર્દીને વેન્ટિલેટર પર રાખીને લઈ જવાના હોય ત્યારે સારા અને ખરાબ અનુભવો થતા હોય છે. જ્યારે દર્દીને લઈ જતા હોય છી ત્યારે દર્દીના પરિવાર જનો અત્યંત ગભરાઈ ગયા હોય છે. તેવા સમયે અમેં નર્સિગનો સ્ટાફ એ પરિવાર જનોને સંતવના સાથે હિંમત પણ આપતા હોય છીએ. જ્યારે દર્દીને લઈ જતા હોઈ ત્યારે મનમાં માત્ર એકજ વિચાર ચાલતો હોય છેકે દર્દીને ગમેતે કિંમતે બચાવવા છે. અને સમય સર હોસ્પિટલ ઓહોચાડવો છે. કોરોના સમયે અમને ખૂબ મુશ્કેલી પડી હતી. સતત દર્દીઓ માટે ફોન આવતા હતા. પાઇલોટ ગાડી ચલાવી શકતા ન  હતા સતત ફોન ઉપર ફોન આવતા હતા સતત કોરોનાનો એક મહીનો કામ કરેલ છે.

પરિવારની ચિંતા કર્યા વગર અન્યના પરિવારને બચાવવા સતત દોડીએ છીએ: દિનેશભાઈ વાળા

એમ્બ્યુલન્સના પાઈલોટ દિનેશભાઈ વાળાએ જણાવ્યું હતુ કે કોરોનાના સમયમાં અમારા સ્વસ્થયનુ કે  પરિવારનું વિચાર્યા વગર સતત લોકોના જીવ બચાવવા  મહેનત કરી છે. અમે દર્દીને બચાવવા માટે  બનતા પ્રયાસો કરતા હોઈએ છીએ. કોરોનામા ઓકિસજનની અછતને કારણે અમને  પણ થોડી મુશ્કેલી પડી હતી.  જયં સુધી દર્દીને હોસ્પિટલના પહોચે ત્યાંસુધી  એજ અમારો પરિવાર હોય છે.