Abtak Media Google News

ભારત સામે સતત આઠ ૨૦-૨૦ મેચમાં કારમા પરાજય બાદ દિલ્હી ખાતે મળેલા પ્રથમ વિજયથી બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ હાલ સાતમાં આસમાને પહોંચી ગયો છે. રાજકોટ ખાતે ગુરુવારે રમાનારી શ્રેણીની બીજી મેચમાં ભારતને પરાજય આપી શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે આજે બાંગ્લાદેશની ટીમે આકરી નેટ પ્રેકટીસ કરી હતી. નેટ પ્રેકટીસ બાદ પત્રકાર પરીષદને સંબોધતા બાંગ્લાદેશની ટીમનાં નવોદિત સ્પીનર આફીફ હૌસેને જણાવ્યું હતું કે, દિલ્હીની વિકેટ કરતા રાજકોટની વિકેટ ખુબ જ સારી છે. અહીં આ વિકેટ બેટીંગ પીચ હોવાનાં કારણે રણનાં ઢગલા થશે. કોઈપણ સ્કોર ચેઈસ કરવો અહીં મુશ્કેલ રહેશે નહીં. દિલ્હીમાં અમારી જીત બાદ હવે ભારતીય ટીમ પર દબાણ વઘ્યું છે જેનો અમે પુરો લાભ ઉઠાવીશું અને શ્રેણી જીતવા માટે પુરતી મહેનત કરીશું. ભારત સામે ૨૦-૨૦માં મળેલા પ્રથમ વિજયથી ટીમ ખુબ જ ઉત્સાહી છે અને આ ઉત્સાહને અમે શ્રેણી વિજયમાં પરિવર્તિત કરવા માંગીએ છીએ. સુકાની સહિત ટીમ પાસે ખુબ જ સારી બેટીંગ લાઈન છે અને ખુબ બેલેન્સ ટીમ છે. વિશ્ર્વની કોઈપણ ટીમને હરાવવા માટે બાંગલાદેશને હંમેશા અંડર ડોગ માનવામાં આવતી હોય છે. અમે ગુરુવારે જ શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.