Abtak Media Google News

સ્માર્ટ સિટીની નવી દરખાસ્તમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટની બાદબાકી, રેસકોર્સ-૨નો સમાવેશ: માસાંતે કેન્દ્રમાં પ્રપોઝલ રજૂ કરાશે

કેન્દ્રની મોદી સરકાર દ્વારા શહેરના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમ બે તબકકામાં જે શહેરોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં રાજકોટનું નામ જાહેર કરવામાં આવ્યું ની. આગામી ૨૫ ી ૩૧ માર્ચ દરમિયાન અલગ અલગ શહેરો સ્માર્ટ સિટીના ત્રીજા તબકકાની પસંદગી માટે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની પ્રપોઝલ રજૂ કરશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી પ્રપોઝલમાં રાજકોટને વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવાલાયક શહેર બનાવવાનો પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મહત્વકાંક્ષી આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટની બાદબાકી કરવામાં આવી છે. માસાંતે કેન્દ્ર સમક્ષ પ્રપોઝલ રજૂ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના ત્રીજા તબકકામાં રાજકોટની પસંદગી ાય તે માટે મહાપાલિકા દ્વારા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી છે. ૯૩ પાનાની દરખાસ્તમાં રાજકોટને શ્રેષ્ઠ રહેવાલાયક શહેર બનાવવાના પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાલ રાજકોટમાં કેટલા સ્લમ છે અને ભવિષ્યમાં સ્લમ ફ્રી સિટી બનાવવા માટેનું શું આયોજન છે. હાલ શહેરમાં કેટલો ગ્રીન એરીયા છે અને ભવિષ્યમાં કેટલી ગ્રીનરી વધશે, એર કવોલીટી કેવી છે અને ભવિષ્યમાં કેવી બનશે, પાણીનું ઈન્ડીકેટર, ઉર્જા કેવી રીતે રીન્યુએબલ કરવામાં આવે છે. સહિતની નાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બે વાર જે પ્રપોઝલ રજૂ કરવામાં આવી તે સંપૂર્ણપણે ક્ધસલ્ટન્ટને આધારિત હતી. હવેની પ્રપોઝલમાં નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના મધ્યમાંી પસાર તી આજી ડેમમાં હાલ પાણી ની અને બેસુમાર ગંદકી છે. આવામાં આજી નદીને સૌપ્રમ ગંદકી દુર કરી સાફ કરવાની જ‚ર હોય, સ્માર્ટ સિટીની નવી પ્રપોઝલમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો ની. સાો સા શહેરના ભાગોળે આકાર લેનાર રેસકોર્સ-૨નો સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરખાસ્તનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ માસાંતે કેન્દ્ર સરકાર સમક્ષ સ્માર્ટ સિટીની પ્રપોઝલ રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.